________________
૨૨૬
શ્રીમદ્ રાજચંદ્ર
શ્રી સનાતન જૈન ધમ-શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ: શ્રી લઘુરાજ સ્વામી મુનિચર્યાનુસારે અનેક સ્થળોએ ક્યાંક સ્થિર રહ્યા વિના વિચર્યા કરતા. ધીમે ધીમે વૃદ્ધાવસ્થા અને વ્યાધિને કારણે પગની શક્તિ ઘટી જતાં, અગાસ પાસેના સંદેશર ગામમાં ઘણું ભક્તજનેને સમૂહ ભક્તિ નિમિત્તે એકત્ર થયેલ, તેઓના આગ્રહથી શ્રી લઘુરાજ સ્વામીએ કેઈ સ્થળ શ્રીમદના સ્મારક તરીકે અને ભક્તિધામ તરીકે પસંદ થાય અને મકાન બને તો ઘણે વખત રહેવાનું સ્વીકાર્યું. એ રીતે સં. ૧૯૭૬ના કારતક સુદ પુનમે સંદેશર મુકામે આ આશ્રમને સંકલ્પ કરવામાં આવ્યું. સંદેશરના સ્વ. જીજીભાઈ નામના ઉદાર સગૃહથે જમીન આપી અને અન્ય ગૃહએ એક સારી રકમની ટીપ કરી. આમ અગાસ સ્ટેશનની બાજુમાં “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની સ્થાપના થઈ.
આ આશ્રમમાં મનહર દેરાસર છે, જેમાં નીચે શ્વેતાંબર અને ઉપર દિગંબર પ્રતિમાઓ તથા ભેંયરામાં શ્રીમદ્ રાજચંદ્રની આરસની પ્રતિમા બિરાજે છે. આ પ્રતિમાની એક બાજુ પ્રણવ ૩૪ કારની સ્થાપના છે તથા બીજી બાજુ શ્રીમદ્જીની પાદુકાજીની સ્થાપના છે.
આશ્રમના મુખ્ય પ્રવેશદ્વારની ઉપર “ક્ષમા એ જ મેલને ભવ્ય દરવાજે છે” એ વાક્ય મેટા અક્ષરે અંકિત કરેલું છે.
શ્રીમદ્ રાજચંદ્ર જન્મ-ભવન : શ્રીમદ્ રાજચંદ્રને જન્મ વવાણિયામાં થયેલ હતું. એ સ્થાન પણ પવિત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org