Book Title: Shrimad Rajchandra Jivan Sadhna
Author(s): Mukul Kalarthi
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 253
________________ જીવન-સાધના ૨૨૫ “શ્રી સુબોધ પાઠશાળા : શ્રી અંબાલાલભાઈ મુમુક્ષુજનોને ઉપયોગી થાય એવાં પુસ્તકે શ્રીમની સૂચના અનુસાર મંગાવી રાખી, શ્રીમદ્દ સૂચવે તે પ્રમાણે જે જેને ગ્યા હોય તેને તે મોકલી આપતા. ખરીદવાની ઈચ્છા હોય તે કિંમત આપી રાખી લેતા, નહિ તે અભ્યાસ કરી પાછું મોકલતા. આ પ્રમાણે જ્ઞાનની પરબરૂપ “શ્રી સુબોધ પાઠશાળાની સ્થાપના થઈ. ત્યાં ખંભાત અને તેની આજુબાજુના મુમુક્ષુઓ આવીને સગ્રંથોને અભ્યાસ કરતા, ભક્તિ કરતા તથા સત્સંગને લાભ મેળવતા. હાલ પણ એ સંસ્થા પુસ્તકાલય અને ભક્તિસ્થાન તરીકે સત્સંગના ધામરૂપ બની ગઈ છે. શ્રી નિજાભ્યાસ મંડપ : શ્રીમદ્દ ખંભાત પાસે વડવામાં નિવૃત્તિ નિમિત્તે ઘણા વખત આવી રહેલા તે તીર્થસ્થળના સ્મરણાર્થે તથા સત્સંગ અર્થે એ એકાંત ઉત્તમ સ્થળ હોવાથી એક સુંદર મકાન અને દેરાસરની અનુકૂળતા સહિત “શ્રી નિજાભ્યાસ મંડપ” નામ આપી શ્રી પોપટલાલભાઈ મહેકમચંદ તથા તેમના પરિચિત શ્રીમદ્દના પ્રશંસકોએ એક સંસ્થા સ્થાપેલી છે, તે પણ સત્સંગનું રમણીય સ્થાન છે. શ્રીમદે સ્વમુખે એમ કહેલું કે સામે ટેકરે શ્રી ચંદ્રપ્રભ પ્રભુની સ્થાપના થશે. ખંભાત સ્ટેશનથી એક માઈલ દૂર આ આશ્રમ આવેલ છે. વડની પાસે વાવ આવેલી હેવાથી “વડવા” કહેવાય છે. જી - સા - ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280