________________
જીવનસાધના
૧૧૧
ખેડાથી શ્રીમદ્ મહેમદાવાદ સ્ટેશને થઈ મુંબઈ ગયા. ત્યાં એક માસ રહી તેઓ નિવૃત્તિ અર્થે ઈડર જવા ઊપડ્યા. નડિયાદ સ્ટેશને મોતીલાલભાઈ મળ્યા, તેમને મુનિઓ વિશે પૂછતાં તેમણે કહ્યું કે, બધા મુનિઓ અહીં જ છે. શ્રીમદે પોતે ઈડર નિવૃત્તિ અર્થે જાય છે એવા સમાચાર મુનિઓને કહેવરાવ્યા.
ઈડરમાં શ્રીમના કાકાસસરા ડો. પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર હતા. તેમને ત્યાં સંવત ૧૫૫માં શ્રીમદ્ રહ્યા હતા. તે વખતે ગામમાં ઘણું કરીને ભેજન જેટલે દિવસે કાળ ગાળતા; અને ઘણોખરે વખત ઈડરનાં પહાડ અને જંગલમાં પસાર કરતા.
શ્રીમદે ડો. પ્રાણજીવનદાસને ખાસ મનાઈ કરેલી હોવાથી જનસમાજમાં તેમના આવાગમન સંબંધી કંઈ વાત બહાર પડતી નહિ. ઈડરના તે વખતના મહારાજા સાહેબે શ્રીમની બે વખત મુલાકાત લીધેલી તે દરમ્યાન જ્ઞાનવાર્તા થયેલી, તેને સાર “દેશી રાજ્ય નામના માસિકમાં ઈ. સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ થયે હતે.
આ વાર્તાલાપમાં મહારાજા સાહેબે એક પ્રશ્ન પૂછો હતે એને ઉત્તર અહીં નોંધવા લાયક છે. કારણ કે એમાં શ્રીમદે પોતાના પૂર્વભવનો ઉલ્લેખ કર્યો છે.
શ્રીમદ્ કહેઃ “આ પ્રદેશમાં ઐતિહાસિક પ્રાચીન સ્થાન જોતાં તે મને અસલની–તેમાં વસનારાઓની પૂર્ણ વિજયી સ્થિતિ અને તેમની આર્થિક, નૈતિક અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org