________________
૧૫૮
શ્રીમદ્ રાજચંદ્ર
દંપતીના જીવનને એક નિયમ થઈ પડ્યો હતે.
શ્રીમદ્ આ સાંભળીને કહેઃ
એમાં તમને મહત્ત્વનું શું લાગે છે? મિસિસ ગ્લૅડસ્ટનનું પત્નીપણું કે તેને સેવાભાવ? જે તે બાઈ ગ્લૅડસ્ટનનાં બહેન હેત તે? અથવા, તેની વફાદાર નેકર હેત ને તેટલા જ પ્રેમથી ચા આપત તો? એવી બહેનો, એવી નોકોનાં દષ્ટાંતે આપણને આજે નહિ મળે? અને નારીજાતિને બદલે એ પ્રેમ નરજાતિમાં જે હોત તે તમને સાનંદાશ્ચર્ય ન થાત? હું કહું છું તે વિચારજે.”
આ પ્રસંગ બાબતમાં ગાંધીજી લખે છેઃ
રાયચંદભાઈ પોતે વિવાહિત હતા. એ વેળા તે મને તેમનું વચન કઠેર લાગેલું એવું સ્મરણ છે. પણ તે વચને મને લેહચુંબકની જેમ પકડ્યો. પુરુષચાકરની એવી વફાદારીની કિંમત પત્નીની વફાદારી કરતાં તે હજારગણું ચડે. પતિ પત્ની વચ્ચે ઐક્ય હોય, એટલે તેમની વચ્ચે પ્રેમ હોય એમાં આશ્ચર્ય નથી. નેકર શેઠ વચ્ચે તે પ્રેમ કેળવવું પડે. દિવસે દિવસે કવિના વચનનું બળ મારી આગળ વધતું જણાયું.”
મુંબઈમાં એક વાર શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી દયાધર્મની વાત કરતા હતા. ચામડું વાપરવું જોઈએ કે નહિ તેને વિચાર ચાલતો હતો. છેવટે બંને એવા મત પર આવ્યા કે ચામડા વિના તે ન જ ચલાવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org