________________
૧૬૪
શ્રીમદ્ રાજચંદ્ર અફળપણું. એમ પરમાર્થ સમજવા ગ્ય છે.”
બધાને તે અર્થ પસંદ પડ્યો. ઘણા વખતથી સંશય રહ્યા કરતું હતું તેનું સમાધાન થયું. શ્રી દેવકરણજીને પણ લાગ્યું કે શ્રીમદ્ મહાબુદ્ધિશાળી છે અને શ્રી લલ્લુજી મહારાજ કહેતા હતા તે સાચું છે.
શ્રીમદ્દ એક દિવસ ઈડર પહાડ ઉપરની એક વિશાળ શિલા ઉપર બેસીને શ્રી લલ્લુજી વગેરે સાત મુનિએ સાથે જ્ઞાનવાર્તા કરતા હતા. તે વેળાએ શ્રીમદે પ્રશ્ન રજૂ કર્યોઃ “આપણે આટલે ઊંચે બેઠેલા છીએ આપણને કેઈ નીચે રહેલો માણસ દેખી શકે?”
શ્રી લલ્લુજી મહારાજે કહ્યું: “ના, ન દેખી શકે.” એટલે શ્રીમદ કહે:
‘તેમ જ નીચેની દશાવાળ જીવ ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જેમ છે તેમ જાણી શકતું નથી. પણ યેગ્યતા પ્રાપ્ત થાય, અને ઉચ્ચ દશામાં આવે તે દેખી શકે.”
એક વાર મુનિશ્રી મેહનલાલજીએ શ્રીમદને પૂછયું:
અમને કઈ પૂછે કે પ્રતિક્રમણ કર્યું કરે છે, ત્યારે અમારે શું કહેવું?”
શ્રીમદ્દ બોલ્યાઃ
તમારે કહેવું કે પાપથી નિવૃત્ત થવું એ અમારું પ્રતિક્રમણ છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org