________________
૧૭૨
શ્રીમદ્ રાજચંદ્ર જણાતું નથી. આપની પાસે જ્ઞાન છે અને નાણું પણ છે.”
પછી ઝવેરાતની પેટીમાંથી શ્રીમદ ડુંગરશીભાઈને ઝવેરાત બતાવવા લાગ્યા.
રસ્તે ખાડાટેકરામાં સિગરામ હાલકડોલક થતું હતું, તેથી કીમતી હીરા, મોતી કે ઝીણા નંગ પડી જશે તે હાથ નહિ લાગે એ ભય પ્રદર્શિત કરીને શ્રી ડુંગરશીભાઈ એ શ્રીમને ઝવેરાત ન કાઢવાની વિનંતી કરી.
એટલે શ્રીમદ્ કહેઃ “અમારું ક્યાંય જવાનું નથી. તમે ચિંતા ન કરે.” એમ કહીને બધું ઝવેરાત બતાવવા લાગ્યા અને તેઓ બેલ્યાઃ “જેને આત્મજ્ઞાન છે તેને ઝવેરાતની પરીક્ષા થવી સહેલ છે.” -
૩૦. શ્રીમદ્દ સં. ૧૯૫૪માં ખેડા પધાર્યા હતા. રાવબહાદુર નરસીરામના બંગલામાં તેમને નિવાસ રાખવામાં આવ્યું હતું.
ત્યાં એક દિવસ પંડિત પૂજાભાઈ સોમેશ્વર ભટ્ટ શ્રીમદ્ પાસે આવ્યા હતા. તે વેળાએ શ્રીમદ્દ એક પુસ્તક વાંચી રહ્યા હતા. એ પુસ્તકમાંથી એક બ્લેક તેમણે પૂજાભાઈને વારંવાર કહી બતાવ્યું. એ શ્લોકને ભાવાર્થ એ હતે.
મારું ચિત્ત એવું શાંત થઈ જાઓ, મારા ચિત્તની વૃત્તિઓ એટલે દરજજે શાંત થઈ જાઓ કે કઈ મૃગ પણ એનાં શીંગ મને ઘસે, મને જોઈ નાસી ન જાય.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org