________________
જીવન સાધના
૧૨૯
ભાગભાઈ પર લખ્યું છે. પછી “પરમ આત્મવિવેકસંપન્ન શ્રી સેભાગભાઈ એવા સંબંધનથી ઘણે લાંબે બેધપત્ર બીજે અઠવાડિયે લખેલે છે, એમ પ્રથમથી જ
ભાગભાઈ ઉપર પત્રની પરંપરા એકસરખી શરૂ થઈ હતી.
જ સેભાગભાઈ પરના શ્રીમદ્ભા પત્રે વિના સંકેચે, લંબાણથી અને મેટી સંખ્યામાં લખાયેલા છે. એમાં શ્રીમદ્ પિતાની વ્યાવહારિક ઉપાધિ જણાવીને એ સાથે અનુભવાતી અદ્દભુત અંતરદશાનું સુંદર વર્ણન કરે છે. તદુપરાંત સેભાગભાઈને પણ ઉપાધિથી પર રહી શાસ્ત્ર વાંચવા-વિચારવાનું તથા આત્મા સંબંધી અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી તેનું સમાધાન વિચારવાનું વલણ આપે છે.
કચ્છ નજીક અંજારમાં ભાગભાઈની દુકાન હતી. સં. ૧૯૪૬ના બીજા ભાદરવા વદમાં અંજાર જતાં સભાગભાઈ શ્રીમદ્દ સાથે મોરબીમાં ચાર પાંચ દિવસ રહેલા. અંજારથી વળતાં વવાણિયા ત્રણ દિવસ રહી આ વદમાં શ્રીમદને પિતાની સાથે સાયલા લઈ ગયા. ત્યાં શ્રીમદ્દ અઠવાડિયું રેકાઈ ખંભાત ગયા. સાયલામાં શ્રી ડુંગરશી ગોસળિયા, લહેરાભાઈ વગેરેને શ્રીમ પ્રથમ સમાગમ થશે.
આમ શ્રીમદ્દ અને સેભાગભાઈ વચ્ચે ગાઢ સંબંધ બંધાતે ગયે. સેભાગભાઈ શ્રીમથી ચુંમાળીસ વર્ષે મોટા હતા. એટલે શ્રીમદ્ભી વય ત્રેવીસ વર્ષની હતી ત્યારે સેભાગભાઈની સડસઠ વર્ષની હતી. ભાગજી - સા - ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org