________________
૧૪૪
શ્રીમદ રાજચંદ્ર - નડિયાદમાં શ્રીમની સ્થિતિ હતી તે વખતે એક દિવસ સાંજે શ્રીમદે આત્મસિદ્ધિ લખવી શરૂ કરી. એક ધારાએ ૧૪૨ ગાથા દેઢથી બે કલાકમાં પૂરી કરી. તે દરમ્યાન અંબાલાલભાઈ બાજુમાં ફાનસ ધરીને ઊભા રહ્યા હતા. શ્રીમદે એની ચાર નકલ કરવાનું અને યોગ્ય જીને મેકલવાનું અંબાલાલભાઈને કહ્યું. .
વળી શ્રીમદ્દના પત્રો જ્યાં જ્યાં હતા ત્યાંથી મંગાવી તેની નકલ કરવાનું કામ પણ શ્રીમદની આજ્ઞાથી અંબાલાલભાઈએ શરૂ કર્યું હતું. તેની નકલ અંબાલાલભાઈ કરી રાખતા અને જે મુમુક્ષુને મોકલવાનું શ્રીમદ્દ લખી જણાવે તેને એકલતા.
શ્રીમદ્દના ઘણા પત્રોમાંથી અધ્યાત્મલખાણની નોંધનું એક પુસ્તક અંબાલાલભાઈ એ તૈયાર કરેલ, જે શ્રીમદે પોતે જોઈ કેટલાક સુધારા વધારા કરી આપેલ છે. - તદુપરાંત, સંસ્કૃત, માગધી, હિંદી, ગુજરાતીનાં અગત્યનાં પુસ્તકની નકલ ઉતારી લેવા માટે શ્રીમદ્ અંબાલાલભાઈને એકલતા એ મુજબ અંબાલાલભાઈ તે પુસ્તકે ઉતારી મુમુક્ષુને આજ્ઞાનુસાર વાંચવા મોકલતા. - અંબાલાલભાઈ દરરોજ સામાયિક લઈને બેસતા અને લેખનકાર્ય એકચિત્તે કરતા. તે સાથે સંસ્કૃત તથા કર્મગ્રંથ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ પણ તે કરતા હતા. ટૂંકમાં કહીએ તે, અંબાલાલભાઈ ઘણું જ કાર્યદક્ષ, આજ્ઞાંકિત અને આત્માર્થી હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org