________________
૧૩
શ્રીમદ્દના પ્રેરક પ્રસંગો
મહાપુરુષનું જીવન અમૃતના સ્ત્રોત સમું હોય છે. સંસારના દુઃખ-તાપથી તપ્ત બનેલા છે એ ઝરણુમાંથી અમીપાન કરી તૃષા સમાવે છે અને શાંતિ અનુભવે છે. એટલે આજુબાજુથી મુમુક્ષુ, મેક્ષાથી, શ્રેયાર્થી જને મહાપુરુષનું, સંત-મહાત્માનું શરણ શોધતા હોય છે અને પિતાને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પામતા હોય છે.
મહાવીર સ્વામી, ભગવાન બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત, મહંમદ પયગંબર સાહેબથી માંડીને શ્રી રામકૃષ્ણ પરમહંસ, મહાત્મા ગાંધીજી સુધીના એકેએક પયગંબર, સંત, ઓલિયા, મહાપુરુષ વગેરેના જીવનમાં એવા કેટલાય પ્રસંગે જોવા મળે છે જેનું વાચન-મનન-ચિંતન-અવગાહન આપણને પ્રેરણારૂપ થઈ પડે છે.
શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનમાંથી પણ એવા કેટલાય પ્રસંગે જીવનને પ્રેરક અને માર્ગદર્શક થાય એમ છે. અહીં આપણે એવા થોડાક પ્રેરક પ્રસંગો જોઈએ. એ પ્રેરક પ્રસંગે બેધકથાઓ –Parables– જેવા સચોટ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org