________________
૧૪૮
શ્રીમદ્ રાજચંદ્ર
અહીં આવીને બેસો.”
એ સાંભળીને તેઓ બધા શ્રી લલ્લુજી મહારાજ પાસે જઈને બેઠા. અને “ભવસ્થિતિને પ્રશ્ન ચર્ચાતે હતો તેને ખુલાસે યથાર્થ ન થા, તેથી અંબાલાલભાઈએ શ્રી લલ્લુજી મહારાજને શ્રીમની વાત કરી કે, “તેઓ સવ આગમના જ્ઞાતા છે, ઉત્તમ પુરુષ છે; અને અહીં ખંભાતમાં પધારવાના છે.”
શ્રી લલ્લુજી મહારાજે જિજ્ઞાસાપૂર્વક પૂછયું : “અમને તે પુરુષ સાથે મેળાપ કરાવશે?” અંબાલાલભાઈએ હા પાડી. * શ્રીમદ્ રાજચંદ્ર સં. ૧૯૪૬માં ખંભાત પધાર્યા. તેમને ઉતારે અંબાલાલભાઈને ત્યાં જ હતું. તે તેમને અપાસરે તેડી ગયા. ત્યાં શ્રીમદને શ્રી હરખચંદજી મુનિ સાથે પ્રશ્નોત્તર થયા અને બધાને તેમના ખુલાસાથી શાંતિ થઈ અને બધા શ્રીમની કુશાગ્ર વિશાળ પ્રજ્ઞાની પ્રશંસા કરવા લાગ્યા.
શ્રી લલ્લુજીએ શ્રી હરખચંદજી મહારાજને પૂછયું : હું તેમની પાસેથી કંઈ અવધારું?”
શ્રી હરખચંદજી મહારાજની આજ્ઞા મળી, એટલે શ્રી લલ્લુજીએ શ્રીમને જેડે પધારવા વિનંતી કરી. શ્રી લલ્લુજીએ ઉપર જઈ શ્રીમને ઉત્તમ પુરુષ જાણી નમસ્કાર કર્યા. શ્રી લલ્લુજી શ્રીમથી ચૌદ વર્ષ મોટા હતા અને તે વખતે શ્રીમદ્દની ઉંમર બાવીસ વર્ષની જ હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org