________________
જીવન-સાધના. *
૧૩૩ પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દઢ મેહથી એકપણાની પેઠે વર્તે છે. જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચળ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.. - “આ ક્ષેત્રે આ કાળમાં શ્રી ભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. શ્રી ભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણે વારંવાર વિચારવા લાગ્યા છે.”
મુનિશ્રી લલ્લુજી મહારાજને શ્રીમદ્ તે વેળાએ લખે છે :
આર્ય ભાગની અંતરંગદશા અને દેહમુક્ત સમયની દશા હે મુનિઓ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા ગ્ય છે.”
શ્રીમને સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ હતી, છતાં મુમુક્ષુ જીના સત્સંગની ભાવના વિશેષ રહ્યા કરતી. ધાર્મિક પ્રશ્નોની ચર્ચામાં શ્રી ભાગભાઈ યથાશક્તિ ભાગ આપી શ્રીમદ્ પાસે બહુ સારા ખુલાસા કરાવતા. બીજા મુમુક્ષુઓ શ્રીમને કંઈ કહેવા માગતા હોય તે વયેવૃદ્ધ શ્રી સભાગભાઈ દ્વારા વિનંતી કરાવતા; અને દયાળુ દિલના હેવાથી તે સરળ ભાવે દરેકની વાત રજૂ કરતા.
“શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર” લખવાની પ્રેરણું પણ શ્રી સભાગભાઈ એ કરેલી કે, “છ પદને પત્ર” ગદ્યમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org