________________
જીવનસાધના
૧૩૯
પરંતુ તે વેળાએ ગાંધીજી જેમ ખ્રિસ્તી ધર્મને સ્વીકાર કરી શકતા ન હતા, તેમ હિંદુ ધર્મની સંપૂર્ણતા વિશે અથવા તેના સર્વોપરીપણું વિશે પણ નિર્ણય પર આવી શકતા ન હતા. હિંદુ ધર્મની ત્રુટીઓ તેમની નેજર આગળ તર્યા કરતી હતી.
તદુપરાંત, જેમ ખ્રિસ્તી મિત્રે તેમના ઉપર અસર કરવા મથી રહ્યા હતા, તેમ મુસલમાન મિત્રોને પણ પ્રયત્ન હતું કે, ગાંધીજી ઈસ્લામને અભ્યાસ કરે. તેઓ તેમને એ ધર્મની ખૂબીઓ પણ અવારનવાર સમજાવવા મથતા હતા. - ગાંધીજી આ બધી વસ્તુથી મૂંઝાઈ ગયા! છેવટે તેમણે પિતાની આ મુસીબતે શ્રીમદ્ આગળ મૂકી. તેમણે હિંદુસ્તાનના બીજા ધર્મશાસ્ત્રીઓ સાથે પણ પત્રવ્યવહાર ચલાવ્યું. તે લેકેના જવાબ આવ્યા. પરંતુ શ્રીમદ્દના પત્રથી તેમને કંઈક શાંતિ થઈ.
શ્રીમદ્ રાજચંદ્ર ગાંધીજીને ધીરજ રાખવા ને હિંદુ ધર્મને ઊંડો અભ્યાસ કરવા ભલામણ કરી. વળી શ્રીમદે કેટલાંક પુસ્તકો જેવાં કે, “પંચીકરણ, મણિરત્નમાળા”, “ગવાસિષ્ઠ” પુસ્તકમાંનું મુમુક્ષુ પ્રકરણ વગેરે ગાંધીજીને વાંચવા-વિચારવા મોકલ્યાં.
ગાંધીજીએ એ બધાં પુસ્તકે માનપૂર્વક વાંચ્યાં. વળી જે કંઈ વખત બચતે એને ઉપયોગ તેઓ ધાર્મિક વાંચનમાં કરવા લાગ્યા. તેમણે શ્રીમદ્દ સાથે પત્રવ્યવહાર જારી રાખ્યું હતું. શ્રીમદ્દ પણ તેમને યેાગ્ય દરવણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org