________________
જીવનસાધના
૧૧૯
હે આર્ય! દ્રવ્યાનુયેગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કઈ દિવસ શિથિલ કરીશ નહિ. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાને અનન્ય ઉપાય એ જ છે.”
એમ કેટલાક પત્રો શ્રીમદે ધારશીભાઈને લખેલા તે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં છપાયા છે.
સં. ૧૯૫૭ના ચૈત્ર સુદ તેરસથી ચૈત્ર વદ ચોથ સુધી શ્રી ધારશીભાઈ શ્રીમની આખરની માંદગીમાં રાજકોટ મુકામે શ્રીમદ્ પાસે હાજર રહેલા.
ચૈત્ર વદ ચોથની સાંજે તેમને મોરબી જવાનું હોવાથી તેમણે શ્રીમની રજા માગી. તે વખતે શ્રીમદે વારંવાર કહ્યું: “ઉતાવળ છે?”
ધારશીભાઈએ કહ્યું: “બે ચાર દિવસમાં પાછા આવી જઈશ.
છેવટે શ્રીમદે કહ્યું: “ધારશીભાઈ! ઘણું કહેવાનું છે. અવસર નથી. અમારા સમાગમે ત્રણ પુરુષે સ્વરૂપને પામ્યા છે. સેભાગભાઈ, અંબાલાલ તથા મુનિશ્રી લલ્લુજી.”
બીજે દિવસે શ્રીમદ્દના અવસાનના સમાચાર તારથી જાણી તેઓ બહુ ખેદ પામ્યા. શ્રીમદ્દ વિરહ તેમને વિશેષ વેદાયે હતે. . પછીથી ધર્મજિજ્ઞાસા વધતાં સં. ૧૯૬૧માં ધંધુકા મુકામે શ્રી લલ્લુજી સ્વામીને મળ્યા. શ્રીમદે કહેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org