________________
૧૨
શ્રીમદ્દના સમાગમમાં
દવે પ્રકાશવા લાગે એટલે તેના તરફ આજુબાજુથી પતંગિયાં આકર્ષાય છે, એ જ પ્રમાણે શ્રીમદ્ રાજચંદ્રમાં સાચી ધર્મ સ્થિતિ ઉદય પામતાં જ તેમની તરફ ગૃહસ્થ, સાધુ એમ બધા વર્ગનાં મુમુક્ષુ, જિજ્ઞાસુ માણસે ખેંચાવા લાગ્યાં. પિતે સંપૂર્ણતા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી બહાર ન આવવાની તેમની તીવ્ર ઈચ્છા હોવા છતાં તેમને પ્રબળ પુરુષાર્થ અને ઉજજવળ જ્ઞાનપ્રકાશ ઢાંક્યાં ઢંકાઈ ન રહ્યાં. પરિણામે શ્રીમદ્દનું ભક્તમંડળ વધતું જ ગયું.
કઈ પણ વ્યક્તિની સાચી મહત્તાની કસોટી કરવાનાં અનેક સાધનેમાંથી એક મુખ્ય સાધન, એ વ્યક્તિએ આજુબાજુનાં મનુષ્ય ઉપર કેટલી વ્યાપક અને ચિરંજીવી અસર પાડી છે, એ કેટલાનાં જીવનમાં ઓતપ્રોત બની ગઈ છે, કેટલી પ્રેરણારૂપ થઈ છે, એ ગણાય છે. એટલે શ્રીમદ્ રાજચંદ્રને સાચે પરિચય મેળવવા ઈચ્છનાર જિજ્ઞાસુએ શ્રીમદ્દના પરિચયમાં આવેલા માણસે તેમના પ્રત્યે કે ભક્તિભાવ રાખતાં હતાં, તેમને વિશે શું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org