________________
૧૧૪
શ્રીમદ્ રાજચંદ્ર
કઈ પણ પ્રકારના વિષય ઉપર ધ્યાન કરતાં સાધુ સ્વરૂપસ્થિતિરૂપ એકાગ્રતા પ્રાપ્ત કરી સકામવૃત્તિઓથી રહિત થઈ શકે, ત્યારે તેને સાચું ધ્યાન પ્રાપ્ત થયું કહેવાય. (૫૫)
કાયાથી કોઈ પણ ચેષ્ટા-કિયા ન કરે, વચનથી કઈ પણ ઉચ્ચાર ન કરે, મનથી કોઈ પણ વિચાર ન કરે, તે તેથી સ્થિર થશે. આત્મા આમ આત્મામાં રમમાણ બની જાય તે પરમ ધ્યાન થાય. (૧૬)
આ ગાથાઓની ધૂન પૂરી થતાં લગભગ તેટલો જ વખત શ્રીમદ્ શાંત સ્થિરપણે મન, વચન, કાયા ત્રણે કેગ સ્થિર કરી ધ્યાનમાં લીન થઈ ગયા, સમાધિસ્થ થયા.
તે વખતની વીતરાગતા અને આત્મસ્થિરતા તથા દિવ્ય દર્શનીય સ્વરૂપસ્થ અવસ્થા જેઈને મુનિઓએ અપૂર્વ શાંતિનો અનુભવ કર્યો.
ધ્યાન પૂરું થતાં શ્રીમદ્ મુનિઓને “વિચારશો? એટલું જ કહી ત્યાંથી ચાલ્યા ગયા.
ત્રીજે દિવસે મુનિએ આમ્રવૃક્ષ નીચે નિયત સમયે આવી પહોંચ્યા. મુનિશ્રી દેવકરણજીનું શરીર કૃશ હોવાને કારણે ધ્રૂજતું હતું. ઋતુ શિયાળાની હેવાથી ઠંડી સખત હતી. તેથી શ્રી લક્ષ્મીચંદજીએ તેમને કપડું ઓઢાડયું.
એ જોઈને શ્રીમદ્ કહેઃ “ટાઢ વાય છે અને પછી બોલ્યા: “ટાઢ ઉડાડવી છે?”
એમ કહી શ્રીમદ્ ઊભા થઈ ચાલવા લાગ્યા. બધા મુનિઓ પાછળ પાછળ ચાલવા લાગ્યા. શ્રીમદ્દ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org