________________
૧૦૮
શ્રીમદ્ રાજચંદ્ર એ બાઈને અહીં આવવા દે.”
મોતીલાલભાઈએ તરત જ જઈને બાઈને કહ્યું: તમારે દર્શન કરવાની ઈચ્છા હોય તે આવે. તમને આવવાની આજ્ઞા આપી છે.”
એટલે બાઈ શ્રીમનાં દર્શને આવ્યાં.
શ્રીમદે પ્રમાદ તજવા ઉપદેશ આપતાં કહ્યું: “પ્રમાદથી જાગ્રત થાઓ. પુરુષાર્થ રહિત આમ મંદપણે કેમ વર્તે છે? આ જોગ મળ મહાવિકટ છે. મહા પુણ્ય કરીને આ જેગ મળ્યો છે તે વ્યર્થ કાં ગુમાવે છે? જાગ્રત થાઓ, જાગ્રત થાઓ. અમારું ગમે તે પ્રકારે કહેવું થાય છે તે માત્ર જાગ્રત થવા માટે જ કહેવું થાય છે.”
આ નિવાસ વેળાએ શ્રીમદ્દ બે રૂપિયાભાર લેટની રોટલી તથા થોડું શાક અને ડું દૂધ આખા દિવસમાં લેતા બીજી વખત દૂધ પણ લેતા નહિ. એક પંચિયું વચમાંથી પહેરતા અને બંને છેડા સામસામા ખભા ઉપર નાખતા. એક વખતે શ્રીમદે કહેલું કે, “આ શરીર અમારી સાથે કજિયે કરે છે; પણ અમે પાર પડવા દેતા નથી.”
ઉત્તરસંડાથી શ્રીમદ્ મેતીલાલભાઈ સાથે જોડાગાડીમાં બેસીને ખેડા ગયા. ગામ બહાર બંગલે મુકામ કર્યો હતો. શ્રી અંબાલાલભાઈ ખેડા આવી બે દિવસ ગામમાં રહ્યા હતા અને દર્શન કરવાની આજ્ઞા મેળવવા પ્રયત્ન કરતા હતા. શ્રીમની આજ્ઞા મળી ત્યારે તેમને દર્શન કરવા મળ્યાં હતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org