SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસાધના આટલી કાળજી ને હોશિયારી છતાં વેપારની ધાલાવેલી કે ચિંતા ન રાખતા. દુકાનમાં બેઠા પણ જ્યારે પિતાનું કામ પૂરું થઈ રહે એટલે ધર્મપુસ્તક તે પાસે પડયું જ હોય તે ઊઘડે. મારા જેવા જિજ્ઞાસુ તેમની પાસે જ આવ્યા જ હોય. તેમની સાથે ધર્મચર્ચા કરતાં આંચકે ન ખાય..” પિતાની “આત્મકથામાં ગાંધીજી આ બાબતમાં લખે છેઃ જેના ઉપર હું મુગ્ધ થયે.........એ હતું તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર્ય, અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ. આત્મદર્શનને જ ખાતર તે પિતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું. “હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદને નાથ વિહારી રે, ઓધા જીવનદેરી અમારી રે.” એ મુક્તાનંદનું વચન તેમને મેહે તે હતું જ, પણ તે તેમના હૃદયમાંયે અંકિત હતું. પોતે હજારના વેપાર ખેડતા, હીરામોતીની પારખ કરતા, વેપારના કેયડા ઉકેલતા; પણ એ વસ્તુ તેમને વિષય નહતી. તેમને વિષય – તેમને પુરુષાર્થ – તે આત્મઓળખ–હરિદર્શન હતું. પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કઈ ને કઈ ધર્મપુસ્તક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy