________________
જીવનસાધના
આ વર્ણન સંયમીને વિશે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતે. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ન મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી એમ મારી ઉપર છાપ પડી હતી.
મોક્ષનું પ્રથમ પગથિયું વીતરાગતા છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખૂચેલું છે ત્યાં સુધી મેક્ષની વાત કેમ ગમે? અથવા ગમે તો તે કેવળ કાનને જ—એટલે જેમ આપણને અર્થ જાણ્યા કે સમજ્યા વિના કેઈ સંગીતને કેવળ સૂર જ ગમી જાય તેમ. એવી માત્ર કર્ણપ્રિય ગમ્મતમાંથી મોક્ષને અનુસરનારું વર્તન આવતાં તે ઘણો કાળ વહી જાય. આંતર વૈરાગ્ય વિના મોક્ષની લગની ન થાય. એવી વૈરાગ્યલગની કવિની હતી.”
....વ્યવહાર કુશળતા અને ધર્મપરાયણતાને સુંદર મેળ એટલે મેં કવિને વિશે જે એટલે બીજામાં નથી અનુભવ્યો.”
તે સમયનો એક પ્રેરક પ્રસંગ છે. શ્રીમદે ઝવેરાત સાથે મોતીને વેપાર પણ શરૂ કર્યો હતો. તેઓ સર્વ વેપારીઓમાં સૌથી વિશેષ વિશ્વાસપાત્ર વેપારી તરીકે જાણીતા થયા હતા.
એક આરબ વેપારી પોતાના નાના ભાઈ સાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org