________________
૯૦
શ્રીમદ રાજચંદ્ર અને રોજનીશી હોય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મ પુસ્તક ઊઘડે અથવા પેલી નેંધપોથી ઊઘડે. તેમના લેખને જે સંગ્રહ પ્રગટ થયે છે તેમને ઘણે ભાગ તે આ નોંધપોથીમાંથી લેવાયેલ છે. જે મનુષ્ય લાખોના સેદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતે લખવા બેસી જાય, તેની જાત વેપારીની નહિ પણ શુદ્ધ જ્ઞાનીની છે.
તેમને આવી જાતને અનુભવ મને એક વેળા નહિ પણ અનેક વેળા થયેલે, મેં તેમને કદી મૂર્શિત સ્થિતિમાં નથી જોયા. મારી જોડે તેમને કશે સ્વાર્થ નહે. તેમના અતિ નિકટ સંબંધમાં હું રહ્યો છું. હું તે વેળા ભિખારી બૅરિસ્ટર હતું પણ જ્યારે હું તેમની દુકાને પહોંચે ત્યારે મારી સાથે ધર્મવાર્તા સિવાય બીજી વાર્તા ન જ કરે. આ વેળા જે કે મેં મારી દિશા જોઈ નહતી, મને સામાન્ય રીતે ધર્મવાર્તામાં રસ હતે એમ ન કહી શકાય, છતાં રાયચંદભાઈની ધર્મવાર્તામાં મને રસ આવતે. ઘણા ધર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આ છું, દરેક ધર્મના આચાર્યોને મળવાને પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈ એ પાડી તે બીજા કેઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણાં વચને મને સેંસરાં ઊતરી જતાં. તેમની બુદ્ધિને વિશે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિશે તેટલું જ હતું. ને તેથી હું જાણતો હતો કે તેઓ મને ઈરાદાપૂર્વક આડે રસ્તે નહિ દેરે ને પિતાના મનમાં હશે એવું જ કહેશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org