________________
શ્રીમદ રાજચંદ્ર ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા નથી. તેમ તેઓને ઉપગ કરવામાં ઉદાસીનતા રહે છે. તેમાં પણ હાલ તે અધિક જ રહે છે....”
વળી અન્ય સ્થળે પણ તેઓ પિતાને થયેલી દિવ્ય અનુભૂતિ વર્ણવે છેઃ
પ્રભાતમાં વહેલે ઊડ્યો ત્યારથી કેઈ અપૂર્વ આનંદ વર્યા જ કરતે હતો(એ) એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દ કેમ કરી શકાય? દિવસના બાર બજ્યા સુધી રહ્યું.
ફલાદેશ સારું જાણતા હતા. તેમને ચત્રભુજભાઈ એ શ્રી મના મુંબઈ પ્રયાણ તથા અર્થ-પ્રાપ્તિ સંબંધમાં પૂછયું. તેથી શંકર પંચોળીએ પ્રશ્નકુંડળી ચીતરીને મુંબઈ પ્રયાણ પછી અમુક મુદતમાં દ્રવ્યલાભ વગેરે ફળ વર્યું. તેમાંનું અમુક ફળ્યું અને અમુક બરાબર ન ફળ્યું. તેથી શ્રી મને બરાબર જોતિષ જાણી લેવાની જિજ્ઞાસા ઉદ્ભવી.
મુંબઈમાં શતાવધાન કરી શ્રીમદે ઉત્તમ ખ્યાતિ મેળવી. તે વખતે મુંબઈના અગ્રગણ્ય વિદ્વાનો, પંડિત, શ્રીમાન વગેરે હાજર હતા. તેમાં સારા જોતિષીઓ પણ હતા. તે જ્યોતિષીઓને નાની વયના પ્રબળ પ્રતિભાસંપન્ન શ્રીમદ્ પ્રત્યે આકર્ષણ થયું. એ રીતે શ્રીમને જ્યોતિષ જાણવાની ઇચ્છા પૂરી કરવાનાં સાધનની પ્રાપ્તિ થઈ. વિદ્વાન જયોતિષીઓનું નિમિત્ત પામી શ્રી મદ્ તે વિદ્વાને કરતાં પણ આગળ વધી તે વિદ્યામાં પારંગત થયા હતા.
આ બાબતમાં એક પ્રસંગ જાણીતો છે. ઝવેરી રેવાશંકરભાઈ વકીલાત કરતા હતા અને તેમને વેપારમાં પડવા સ્વપ્ન પણ વૃત્તિ ન હતી; અને તે વખતે સહેજ કરજવાન પણ તેઓ હતા. તેમની કુંડળી જોઈને શ્રીમદે જણાવ્યું હતું કે, તેમને વેપારમાં અત્યંત લાભ છે, બલકે લક્ષાધિપતિ થવાને યોગ છે; એમ જણાવી વકીલાત છોડીને મુંબઈ જવા શ્રીમદે તેમને પ્રેરણા કરી. શ્રી રેવાશંકરભાઈએ તે પ્રમાણે કર્યું અને શ્રી મદ ભાખેલું સાચું ઠર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org