________________
શ્રીમદ્ રાજચંદ્ર ચિરકાળે આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે!
જ્યાં મતભેદ નથી, જ્યાં શંકા, કંખા, વિતિગિચ્છા,* મૂઢદષ્ટિ, એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી..”
જેઠ વદ બારશ, ૧૯૪૬ને રેજ શ્રીમદ્ એક પત્રમાં લખે છેઃ
' ' “ગઈ કાલ રાત્રે એક અદ્ભુત સ્વપ્ન આવ્યું હતું. જેમાં બેએક પુરુષની સમીપે આ જગતની રચનાનું સ્વરૂપ વર્ણવ્યું હતું, પ્રથમ સર્વ ભુલાવી પછી જગતનું દર્શન કરાવ્યું હતું. સ્વપ્નમાં મહાવીરદેવની શિક્ષા સપ્રમાણ થઈ હતી. એ સ્વપ્નનું વર્ણન ઘણું સુંદર અને ચમત્કારિક હોવાથી પરમાનંદ થયે હતે.”
વળી શ્રીમદ્દ શ્રી સોભાગભાઈને માગશર વદ અમાસ, ૧૯૪૭ના રોજ લખેલા પત્રમાં પિતાની મનઃસ્થિતિ વર્ણવે છે:
“પ્રાપ્ત થયેલી સ્વરૂપને અભેદભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું.
“છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારને એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહે
'
* જુગુપ્સા; સૂગ. '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org