________________
ઉ૮
શ્રીમદ્ રાજચંદ્ર અપ્રતિબદ્ધ”, “અભિન્ન બેધમય”, “સમાધિરૂપ”, “અચિંત્યદશાસ્વરૂપ', વગેરે ઉપનામે વાપરે છે. અને એક સ્થળે તે શ્રીમદ્ પોતે પોતાને જ પ્રણામ કરે છેઃ “અવિષમપણે જ્યાં આત્મધ્યાન વતે છે, એવા જે “શ્રી રાયચંદ” તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર...”
અને એ પરમ સ્થિતિ પામ્યાને આનંદદ્ગાર શ્રીમદે એક પદમાં ગાયું છેઃ ધન્ય રે દિવસ આ અહે,
જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી,
મટો ઉદયકર્મને ગર્વ રે. - ઓગણીસે સુડતાળીસે,
સમક્તિ શુદ્ધ પ્રકાણ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા,
નિજ સ્વરૂપ અવભાસ્યું રે, આમ સંવત ૧૯૪૭ માં શ્રીમદ્ રાજચંદ્ર આત્મદર્શનને, સમ્યગ્દર્શનને સાક્ષાત્કાર પામ્યા અને પછી શાંત, સ્થિત થઈ તેઓ પિતાના ઉત્તમ પદમાં ગાયેલા નિગ્રંથ પદને પામવા તરફ વળે છેઃ “અપૂર્વ અવસર એ ક્યારે આવશે?
ક્યારે થઈશું બાહ્યાન્તર નિગ્રંથ છે? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને,
વિચરશું કવ મહપુરુષને પંથ છે?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org