________________
શ્રીમદ્ રાજચંદ્ર
ઉપાધિ હેવી તે સંભવે છે; તથાપિ અવિકલ્પસમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તે તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત્ સમાધિ જ છે.
આ દેહ ધારણ કરીને જે કે કોઈ મહાન શ્રીમંતપણું ભેગવ્યું નથી, શબ્દાદિ વિષને પૂરે વૈભવ પ્રાપ્ત થયે નથી, કોઈ વિશેષ એવા રાજ્યાધિકાર સહિત દિવસ ગાળ્યા નથી, પિતાનાં ગણાય છે એવાં કઈ ધામ, આરામ સેવ્યાં નથી, અને હજુ યુવાવસ્થાને પહેલે ભાગ વતે છે, તથાપિ એ કેઈની આત્મભાવે અમને કંઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી, એ એક મેટું આશ્ચર્ય જાણી વર્તીએ છીએ; અને એ પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ બંને સમાન થયાં જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ.
એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે, કઈ પ્રકારને લેક પરિચય રુચિકર થતો નથી, સત્સંગમાં સુરતી પ્રવહ્યા કરે છે, અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિ
ગમાં રહીએ છીએ. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી.”
શ્રાવણ વદ ૧૪, ૧૯૪૮માં શ્રીમદ્દ લખે છેઃ
ચિત્ત બંધનવાળું થઈ શકતું નહિ હોવાથી જે જીવે સંસાર સંબધે સ્ત્રી આદિરૂપે પ્રાપ્ત થયા છે, તે જીની ઇરછા પણ દૂભવવાની ઇચ્છા થતી નથી, અર્થાત્ તે પણ અનુકંપાથી અને માબાપાદિના ઉપકારાદિ કારણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org