________________
શ્રીમદ્ રાજચંદ્ર માત્ર તમારી પાસેથી એટલું જ ઇચ્છું છું કે કઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભ યોગમાં પ્રવૃત્તિ કરશે નહિ; તમારી ઈચ્છાનુસાર તમે વજે, તેમાં મારે કંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતાં, કઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશે નહિ; અને ટૂંકું કરવા જે તમારી ઈચ્છા હોય તે ખચીત કરીને મને આગળથી જણાવી દેજે. તે શ્રેણીને સાચવવા મારી ઈચ્છા છે અને તે માટે એથી હું એગ્ય કરી લઈશ. મારું ચાલતાં સુધી હું તમને દૂભવીશ નહિ અને છેવટે એ જ નિવૃત્તિ શ્રેણી તમને અપ્રિય હશે તે પણ હું જેમ બનશે તેમ જાળવણીથી, તમારી સમીપથી, તમને કઈ જાતની હાની કર્યા વગર બનતે લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને ખસી જઈશ.”
શ્રીયુત માણેકલાલભાઈ ઘેલાભાઈ શ્રીમદ્દ વિશે લખે છેઃ
અમારી ભાગીદારીનાં કેટલાંક વર્ષ તે સાહસિક વ્યાપારના ખેડાણમાં ગયેલાં અને તે સમયે તેઓની વ્યાપાર અને વ્યવહાર કુશળતા એવી ઉત્તમ હતી કે અમે વિલાયતના કેટલાક વ્યાપારીઓ સાથે કામ પાડતા હતા, તેઓ અમારી કામ લેવાની પદ્ધતિથી દેશીઓની કાબેલિયત માટે પ્રશંસા કરતા હતા. અમારા આ વ્યાપારની કૂંચીરૂપ ખરું કહીએ તો શ્રીમાન્ રાજચંદ્ર હતા.
શ્રીમદ્ રાજચંદ્ર હીરામેતીના વેપારમાં જોડાયા હતા એ અરસામાં મહાત્મા ગાંધીજીને તેમની સાથે સમાગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org