________________
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ
સંવત ૧૯૪૪માં શ્રીમદ રાજચંદ્રનું જીવન ગૃહસ્થાશ્રમ ભણું વળે છે.
શ્રીમદ્દ જેવા મૂળથી વિચારવાન, પ્રખર બુદ્ધિશાળી, આત્મનિષ્ઠ પુરુષે, પુખ્ત વયે પહોંચી લગ્નજીવનમાં પ્રવેશ કર્યો એ કઈ મદશામાં, શા હેતુથી, એ જે એમની જીવન-સાધનાની દષ્ટિએ જાણવા મળે, તો સૌ જીને એ હકીકત ખૂબ ઉપયેગી થઈ પડે, પરંતુ એ માટે સંપૂર્ણ સામગ્રી આપણુ પાસે ઉપલબ્ધ નથી.
એ બાબત વિષે શ્રીમદ્ રાજચંદ્ર જે થોડું ઘણું લખ્યું છે એ ઉપરથી પૂરેપૂરું તારણ કાઢવું શક્ય તે નથી. પરંતુ એટલાથી પણ આપણને શ્રીમની મનેદશાને થોડેઘણે પણ ખ્યાલ આવી શકે છે ખરે.
લગ્ન પછી સં. ૧૯૪૬માં શ્રીમદે લખ્યું છેઃ
કુટુંબરૂપી કાજળની કેટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશે તે પણ એકાંતથી જેટલે સંસાર ક્ષય થવાને છે, તેને સેમે હિસે પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org