________________
જીવન સાધના
પિતાના ગૃહાશ્રમ સંબંધી શ્રીમદ્દ એક ભાઈને સં. ૧૯૪૬માં લખી જણાવે છેઃ
આપના પહેલાં, આ જન્મમાં હું લગભગ બે વર્ષથી કંઈક વધારે કાળથી ગૃહાશ્રમી થયે છું એ આપના જાણવામાં છે.
ગૃહાશ્રમી જેને લઈને કહી શકાય છે, તે વસ્તુ* અને મને તે વખતમાં કંઈ ઘણે પરિચય પડ્યો નથી; તે પણ તેનું બનતું કાયિક, વાચિક અને માનસિક વલણ મને તેથી ઘણું ખરું સમજાયું છે, અને તે પરથી તેને અને મારે સંબંધ અસંતોષ પાત્ર થ નથી; એમ જણાવવાનો હેતુ એ છે કે ગ્રહાશ્રમનું વ્યાખ્યાન સહજ માત્ર પણ આપતાં તે સંબંધી વધારે અનુભવ ઉપયોગી થાય છે. મને કંઈક સાંસ્કારિક અનુભવ ઊગી નીકળવાથી એમ કહી શકું છું કે મારે ગૃહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતોષપાત્ર નથી, તેમ ઉચિત સંતેષ પાત્ર પણ નથી; તે માત્ર મધ્યમ છે; અને તે મધ્યમ હેવામાં પણ મારી કેટલીક ઉદાસીન વૃત્તિની સહાયતા છે.
“તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂઝે છે, અને ખચીત તે તત્ત્વજ્ઞાનને વિવેક પણ આને ઊગ્ય હતે; કાળના બળવત્તર અનિષ્ટપણને લીધે, તેને યથાયોગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદની સાથે
•
સ્ત્રી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org