________________
જીવનસાધના
૬૭ જોઈ શકીએ છીએ કે લગ્ન કરીને શ્રીમદ્ રાજચંદ્ર પિતા પર કારમું મારયુદ્ધ નોતર્યું હતું અને તેમાં તેઓ હાથમાં પ્રાણ લઈને ઘૂમ્યા હતા. પોતાની હાથનેધ “આત્યંતર પરિણામ અવકનમાં પણ શ્રીમદ્દ લખે છેઃ ત્યાં આવ્યા રે ઉદય કારમે,
પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીઓ,
તેમ વધે ન ઘટે રંચ રે.” આમ તે ઉદયકર્મ ભગવાન મહાવીરસ્વામીને પણ ભેગવવાં પડ્યાં તેમ સર્વને વેદવાં પડે જ છે. અજ્ઞાનીએ મોહભાવે, બંધભાવે વેચે છે ત્યાં જ્ઞાનીઓ નિજેરાભાવે વેદે છે.
આ સ્થિતિમાં શ્રીમતું આત્મમંથન પરાકાષ્ઠાએ પહોંચે છે. પરંતુ થોડા વખતમાં જ તેઓ એ ઘર સંગ્રામમાંથી વિજયી અને વધુ તેજસ્વી થઈને બહાર નીકળે છે. તેવીસમા વર્ષમાં તે રણસંગ્રામની ધૂળને બદલે એક શાંત, સમાહિત અને આત્મલક્ષી પુરુષનું એમનામાં દર્શન થાય છે. એમની આંતરદશા એક વિશિષ્ટ પ્રકારની તીવ્રતા પકડતી જાય છે. આ વર્ષમાં તેમની સમાધિદશા વધતી જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org