________________
શ્રીમદ્ રાજચંદ્ર
પણ ભિન્ન રૂપે આપને હૃદયરૂપ કરવા માગું છું. જે વિચારે સઘળી સગપણતા દૂર કરી, સંસારાજના દર કરી તત્ત્વવિજ્ઞાન રૂપે મારે દર્શાવવાના છે, અને આપે જાતે અનુકરણ કરવાના છે. આટલી પલ્લવી બહુ સુખપ્રદ છતાં માર્મિક રૂપે આત્મસ્વરૂપ વિચારથી અહીં આગળ લખી જઉં છું.
તેઓ* શુભ પ્રસંગમાં સવિવેકી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબરૂપે સ્નેહ બંધાય એવી સુંદર પેજના તેઓના હૃદયમાં છે કે? આપ ઉતારશે કે? કેઈ ઉતારશે કે? એ ખ્યાલ પુનઃ પુનઃ હૃદયમાં પર્યટન કરે છે.”
લગ્નવિધિમાં પણ જૂની રૂઢિઓને છોડી, સવિવેકપૂર્વક વ્યવહાર કરવાની સૂચના શ્રીમદ્દ શા માટે આપી રહ્યા છે તેનું કારણ પણ સમજવા જેવું છેઃ - “નિદાન સાધારણ વિવેકી જે વિચારને આકાશી ગણે તેવા વિચારે, જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચક્રવર્તિની વિકટોરિયાને દુર્લભ-કેવળ અસંભવિત છે – તે વિચારે, તે વસ્તુ, અને તે પદ ભણી કેવળ ઈચ્છા હોવાથી ઉપર જણાવ્યું, તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને, તો તે પદાભિલાષી પુરુષના ચારિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે.'
જ કન્યા પક્ષીઓ. + લગ્નવિધિમાં વિવેક વાપરવા વિશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org