________________
શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ કહેઃ “તમારે છ મહિના પછી પરણવું.”
છ મહિના વીતી ગયા. શ્રાવણ વદ છઠ-રાંધણછઠના દિવસે વીરજીભાઈ બહારથી ઘેર આવ્યા, ત્યારે ખાળમાં સર્પ ડસ્પે. સાપ ઉતારવાની ખૂબ મહેનત કરી.
પરંતુ વિરજીભાઈ કહેઃ “મારે ચોવિહાર ભંગાવશે મા. મને કહેનારે કહી દીધું છે.'
- એક વખત રવજીભાઈ ચમનપર જતા હતા, ત્યારે શ્રીમદે કહ્યું: “બાપા, તમે આજે ચમનપર ન જાવ તે?”
છતાં રવજીભાઈ ગયા.
સાંજે દવાટાણે શ્રીમદ્ના નાના ભાઈ મનસુખભાઈને રસોડામાં જતાં દીવાની ઝાળ લાગી અને પહેરણ બળવા માંડ્યું. ઝબકબહેન ત્યાં હાજર હતાં, તેમણે એકદમ છાશનું દેણું મનસુખભાઈના શરીર ઉપર રેડી દીધું. મનસુખભાઈની છાતી દાઝી ગઈ.
પછી રવજીભાઈને ચમનપર તેડવા માણસ મોકલવામાં આવે.
વવાણિયામાં એક ગરાશિયાબાપુ એક વખત ઘડી ઉપર સવાર થઈને ફરવા નીકળ્યા.
શ્રીમદે તેને કહ્યું: “બાપુ, તમે આજે ઘડી લઈને ફરવા જાવ મા.
શ્રીમદે ઘણું કહ્યું છતાં તેણે માન્યું નહિ ને ઘડી લઈને તે ગામ બહાર ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org