________________
શ્રીમદ રાજચંદ્ર બનાવવી એને ઉપદેશ આપે છે. કેઈને એ ગરબાવલી જોઈને થાય કે આત્મતત્ત્વ અંગે વિચાર કરનારા શ્રીમદ્ રાજચંદ્ર નીતિનો બોધ શા માટે આપવાનું વિચાર્યું હશે? પરંતુ એ પાછળ પણ શ્રીમન્ની સ્પષ્ટ દષ્ટિ હતી. સંવત ૧૫૦ માં લખેલા એક પત્રમાં શ્રીમદે એ દષ્ટિ સમજાવી છેઃ
જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તે અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ; નહિ તે ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યું ત્યાગ, વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને પુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ર ભુત સામર્થ્ય, માહાસ્ય અને રહસ્ય સમજાય છે અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાને માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે.”
શ્રીમદ્દ ઓગણીસ વર્ષની વય પછી જે મહામંથન કાળમાંથી પસાર થનાર છે એ પહેલાં પોતાના જીવનને
ગ્ય દિશામાં વાળવા માટે શ્રીમદે કેવી વિચારણા કરી હતી એ લક્ષમાં લેવા યોગ્ય છે. એ વિચારોને અહીં તારવીને રજૂ કર્યા છે. શ્રેયાર્થીને તે માર્ગદર્શક રૂપ છે.
૧. આહાર, વિહાર, નિહારની નિયમિતતા (સાચવું); અર્થની સિદ્ધિ (કરું), આર્ય જીવન ઉત્તમ પુરુષેએ આચરણ કર્યું છે, પરહિત એ જ નિજહિત સમજવું અને પરદુઃખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org