________________
કુમાર-કાળની વિચારસમૃદ્ધિ
શ્રીમદ્ રાજચંદ્ર વીસ વર્ષની વયે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો એ પહેલાંની એમની વિચારભૂમિકા સમજવી જરૂરી છે. કુમાર અવસ્થા દરમ્યાન તેમના વિચારે કેવી ઉચ્ચ અને આત્મોન્નતિકર કક્ષાએ પહોંચ્યા હતા એનું અવકન કરીએ તે આટલી નાની વયે પણ શ્રીમદે કેવી વિચારસમૃદ્ધિ પ્રાપ્ત કરી હતી એને ખ્યાલ આવી શકે.
આપણે જેઈ ગયા છીએ કે નાનપણથી જ શ્રીમદ્ રાજચંદ્રમાં વિવેક, વૈરાગ્ય અને ધર્મભાવનાની સાથે સાથે સંસારમાં વિજય પમાડી શકે એવી અદ્ભુત શક્તિઓ તેમ જ મહેચ્છાઓ હતી. એને કારણે શ્રીમને શરૂઆતથી જ એક પ્રકારના આંતરયુદ્ધમાં ઊતરવું પડ્યું હતું. અને તેથી તેમની વિચારશક્તિ વધુ તીવ્ર, વધુ કરેલ અને ગંભીર બની હતી.
ધીમે ધીમે તેમના વિચારે દઢ અને પરિપક્વ થતાં તેમનામાં એ વિચારોને પ્રગટ રૂપ આપવાની અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org