________________
જીવનસાધના
૩૯
જુદા જુદા કામમાં એ પુસ્તકે તેમના હાથમાં મૂકવામાં આવતાં, શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તકને સ્પર્શ કરી તેને કદ ઉપરથી દરેક પુસ્તકનું નામ આપી શકતા.
એવી જ બીજી શક્તિને એમનામાં આવિર્ભાવ થયેલ જોવા મળે છે. માત્ર રસેઈ જેઈને જ, ચાખ્યા વિના કે હાથ લગાડ્યા વિના કઈ વાનગીમાં મીઠું ઓછું છે કે વધારે અથવા નથી એ શ્રીમદ્ કહી શકતા હતા.
વળી શ્રીમદ્ કઈ માણસ કયા હાથે પાઘડી બાંધે છે એ પણ તેના માથાની આકૃતિ જોઈને પારખી શકતા હતા. શ્રીમદ્ પિતે અંદર ઘરમાં બેઠા હોય અને પાઘડી બાંધનાર માણસ બહાર જઈને પાઘડી બાંધતે હેય. એ માણસ જે વળની પાઘડી બાંધતે હેય એ શ્રીમદ્ ઘરમાં બેઠા બેઠા કહી દેતા હતા.
એનું કારણ પૂછતાં શ્રીમદ્ કહેતા કે, “અંતઃકરણની શુદ્ધિ સિવાય થઈ શકે નહિ. શીખવાડયું આવડે તેમ નથી.” - વીસ વર્ષની વય પછી શ્રીમદ્ રાજચંદ્ર આ અવધાન કરવાનું એકદમ બંધ કરી દીધું. કારણ કે સ્મરણશક્તિના પ્રતાપરૂપ આ અવધાન પ્રવૃત્તિને વધત જતે ચમત્કાર આમન્નતિરક્ત અને અંતર્મુખ વૃત્તિવાળા શ્રીમને પ્રિય ન લાગ્યું. તેથી આત્મોન્નતિ અને આ ચમત્કાર બંને ભિન્ન ભાસવાથી –સન્માર્ગરેધક પ્રતીત થવાથી– શ્રીમદ્ રાજચંદ્રની અંતરંગ વૈરાગ્યમય, ઉદાસીન તેમ જ સસુખધક ભાવને આ પ્રવૃત્તિને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org