________________
જાતિસ્મરણ જ્ઞાન શ્રીમદ રાજચંદ્ર સાત વર્ષની ઉંમર બાળવયની રમતગમતમાં કાઢી હતી. પરંતુ તે વખતે પણ એમનો ઝેક આત્મન્નિતિ તરફ જ સહજપણે રહેતો હતો. શ્રીમદ્ એ અંગે “સમુચ્ચય વયચર્યામાં લખે છેઃ
એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના– કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર મારા આત્મામાં થયા કરતી હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવાપીવાની, સૂવા બેસવાની, બધી વિદેહી દશા હતી; છતાં હાડ ગરીબ* હતું. તે દશા હજુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત, તે મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહિ; એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે.”
* નમ્ર-કરુણાદ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org