________________
શ્રીમદ રાજચંદ્ર અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાને વૈરાગ્ય આપે છે.
વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું જીવી નહિ શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંત વાર છોડતાં, તેનો વિગ થયાં અનંત કાળ પણ થઈ ગયે તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તે પ્રીતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતે. એ પ્રીતિભાવ કાં થયે? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.
“વળી જેનું મુખ કઈ કાળે પણ નહિ જોઉં, જેને કઈ કાળે હું ગ્રહણ નહિ જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જ ? અર્થાત્ એવા શ્રેષથી એવા રૂપે જન્મવું પડ્યું! અને તેમ કરવાની તે ઇચ્છા નહોતી! કહે એ મરણ થતાં આ કલેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહિ આવતી હોય? અર્થાત્ આવે છે.
વધારે શું કહેવું? જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું? એ ચિતના થઈ પડી છે, ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરૂપાયતા છે; ત્યાં કેમ કરવું?
જે દઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે. પણ જે કંઈ આડું આવે છે, તે કેરે કરવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org