________________
જીવન સાધના
૧૭
પડે છે, અર્થાત્ ખસેડવું પડે છે અને તેમાં કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે. એને ન જવા દેવું. જ્યાં સુધી યથાગ્ય જય ન થાય ત્યાં સુધી, એમ દઢતા છે, તેનું કેમ કરવું ?
“કદાપિ કઈ રીતે તેમાંનું કંઈ કરીએ તે તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત્ તેવા સંતે ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું?”
ગમે તેમ છે, ગમે તેટલાં દુઃખ વેઠે, ગમે તેટલા પરિસહ સહન કરે, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે, ગમે તેટલી ઉપાધિઓ આવી પડે, ગમે તેટલી આધિઓ આવી પડે, ગમે તે જીવનકાળ એક સમય માત્ર છે, અને દુનિમિત્ત હે, પણ એમ કરવું જ. ત્યાં સુધી હે જીવ! છૂટકે નથી.” - ૧૭ વર્ષની વય પહેલાં શ્રીમદ્ રાજચંદ્ર રચેલી “પુષ્પમાળા” વિશે મહાત્મા ગાંધીજીએ પંડિત સુખલાલજી સાથે વાતચીત કરતાં કહ્યું હતું: “અરે, એ “પુષ્પમાળા” તે પુનર્જન્મની સાક્ષી છે.”
જી - સ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org