________________
શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્દ સાત વર્ષની વયના હતા, તે વખતે એક અતિમહત્ત્વને બનાવ બન્યો હતો. શ્રીમદે આ પ્રસંગ અંગે “સમુચ્ચય વયચર્યામાં કશે ઉલ્લેખ કર્યો નથી તેમ જ એ પછીનાં લખાણમાં પણ એ વિશે વિશેષ વિસ્તૃત ચર્ચા કરી નથી. તે પણ મિત્રો સાથેના વાર્તાલાપમાં કે સીધે પ્રશ્ન પૂછનારને પિતાને જાતિસ્મરણ જ્ઞાન ક્યારે અને કેવા પ્રસંગે પ્રગટ થયું હતું એ વિશે તેમણે કહ્યું છે. - શ્રીમદે કલ્યાણજીભાઈને કહ્યું હતું: “અમને આઠ ભવનું જ્ઞાન છે.” ખીમજીભાઈને શ્રીમદે પિતાના પૂર્વ ભવ સંબંધી સવિસ્તર કહેલું.
ભાઈ પદમશી ઠાકરશી કચ્છના વણિક સંવત ૧૯૪ર થી શ્રીમદ્દના સમાગમમાં આવ્યા હતા. તેમણે એક વખત મુંબઈમાં ભૂલેશ્વર શાક મારકીટ પાસેના દિગંબર દેરાસરમાં શ્રીમને પ્રશ્ન પૂછયોઃ “આપને જાતિસ્મરણ જ્ઞાન છે એમ મેં સાંભળ્યું છે, તે વાજબી છે?”
શ્રીમદ્ રાજચંદ્ર ઉત્તરમાં જણાવ્યું: “હા, છે; તેને આધારે આમ કહેવાયું છે.'
પદમશીભાઈએ ફરી પ્રશ્ન કર્યોઃ “આપને જાતિસ્મરણ જ્ઞાન કેટલી ઉંમરે અને કેવી રીતે થયું?”
એટલે પિતાના જીવનમાં બનેલા એ પ્રસંગને શ્રીમદે કહ્યો હતઃ
શ્રીમદ તે વખતે સાત વર્ષની વયના હતા. વવાણિયામાં અમીચંદ નામના એક ગૃહસ્થ હતા. તે શ્રીમદ્ પર ખૂબ વહાલ રાખતા હતા. એક વખત અમીચંદને સર્પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org