Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ભૂમિકા ધર્મનાં ચાર અંગો :
શ્રદ્ધા વિના એટલે કોઈ પણ એક સારા વિષયની જિજ્ઞાસા થયા વિના સાચું જ્ઞાન થતું નથી, સાચું જ્ઞાન થયા વિના વર્તન સુધરતું નથી અને વર્તન સુધર્યા વિના શુભ ધ્યાન સંભવતું નથી. શુભ ધ્યાન માટે શુદ્ધ વર્તનની જરૂર છે, શુદ્ધ વર્તન માટે જ્ઞાનની જરૂર છે અને જ્ઞાનને માટે શુદ્ધ શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધા વિનાનું જ્ઞાન નિષ્ફળ છે. જ્ઞાન વિનાનું ચારિત્ર કાયકષ્ટ છે. ચારિત્ર વિનાનું ધ્યાન દુર્થાન છે. દુર્ગાનનું પરિણામ દુર્ગતિ છે. દુર્ગતિથી ભીરુ અને સદ્ગતિના કામી આત્માઓને જેટલી જરૂર શુભ ધ્યાનની છે, તેટલી જ જરૂર ધ્યાનને સુધારનાર સદ્વર્તનની, વર્તનને સુધારનાર સજ્ઞાનની અને સજ્ઞાનને પેદા કરનાર સશ્રદ્ધાની છે. શ્રી જૈન શાસનની આરાધના એટલે સત્શ્રદ્ધા, સજજ્ઞાન, સદ્વર્તન અને સધ્યાન તથા એ ચારને ધારણ કરનારા સપુરુષોની આરાધના છે. એ ચારમાંથી કોઈની, કે એ ચારને ધારણ કરનાર કોઈ એકની પણ અવગણના એ શ્રી જૈન શાસનની અવગણના છે. એ ચારેતી અને એ ચારને ધારણ કરનાર પુરુષોની આરાધના એ શ્રી જૈનશાસનની સાચી આરાધના છે. એકલું જ્ઞાન કે એકલું ધ્યાન, એલી. શ્રદ્ધા કે એકલું ચારિત્ર મુક્તિને આપી શકતું નથી. મુક્તિનો માર્ગ એટલે શ્રદ્ધા અને શાન, ક્રિયા અને ધ્યાન, એ ચારેનો સુમેળ અને એ ચારેની સંપૂર્ણ શુદ્ધિ છે.
અહીં શ્રદ્ધા શબ્દ શ્રદ્ધેય, શ્રદ્ધાવાન્ અને શ્રદ્ધાદિનાં હેતુ, એ ત્રણેનો સૂચક છે. એ રીતે જ્ઞાન શબ્દ શેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધન, એ ત્રિપુટીને જણાવનારો છે. ક્રિયા શબ્દ ક્રિયા, ક્રિયાવાનું અને ક્રિયાનાં સાધનોને તથા ધ્યાન શબ્દ ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધનોને જણાવનારો છે. એ ચારેની શુદ્ધિ એટલે અનુક્રમે શ્રદ્ધેય, શ્રદ્ધાવાનું અને શ્રદ્ધાનાં હેતુઓ, શેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધનો, ક્રિયા, ક્રિયાવાન્ અને ક્રિયાનાં હેતુઓ તથા ધ્યેય, ધ્યાતા અને ધ્યાનમાં સાધનોની શુદ્ધિ.
જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે વીતરાગ, તેમને માર્ગે ચાલનારા નિર્ઝન્થ અને તેમણે બતાવેલો અનુપમ શ્રત અને ચારિત્રધર્મ છે. તેમાં વીતરાગ
વીતરાગ તે છે કે જેમણે રાગાદિ દોષો ઉપર સંપૂર્ણ વિજય મેળવ્યો હોય. જે રાગાદિ દોષોએ ત્રણે જગત ઉપર વિજય મેળવ્યો છે, તેના ઉપર પણ જેઓએ