________________
શોધ-ખોળની પગદંડી પર
૧૯ એક રીતે તો આને દૈવયોગ જ ગણવો પડે–તમે જયોતિષમાં માનતા હો તો વિરલ ગ્રહયોગ. નહીં તો ૮૦ વરસે પહોંચેલા, લાકડીને ટેકે લંગડાતા ચાલતા ગોવર્ધન પંચાલ, આજન્મ નાટકના જીવ અને સંસ્કૃત નાટકોના પરંપરાગત પ્રયોગના એક માત્ર ગુજરાતી નિષ્ણાત એવા ગોવર્ધન પંચાલ, બારમી શતાબ્દીના આ ગુજરાતના નાટક ઉપર જ કળશ શું કામ ઢોળે, અને ભજવવાનો ચસકો એમને ક્યાંથી લાગે? જો કે વાત સાવ અધ્ધરની, પૂર્વભૂમિકા વગરની નથી. આ પહેલાં ગોવર્ધનભાઈએ બે સંસ્કૃત નાટકોના સફળ પ્રયોગ કરેલા છે. ભાસકૃત “દૂતવાક્ય'નો અને પ્રહસન ભગવદજજુકીય” નો, અને એ માટે તેમણે શુદ્ધ સંસ્કૃતભાષા સ્વાભાવિક શૈલીમાં બોલી શકતા કેટલાક ગુજરાતી નાટ્યશિલ્પીઓને તૈયાર કર્યા છે. એમના આ પુરુષાર્થે,
જ્યાં બજારુ મનોવૃત્તિ કલાત્મક ગુજરાતી નાટકોને ડુબાડી દે છે તેવી અવદશામાં એકલે હાથે તરવાના પુરુષાર્થે, એમના સહયોગીઓને સંકલ્પબળ તો પૂરું પાડ્યું જ હશે, પણ આર્થિક ટેકા વગર માત્ર ભાવનાબળે આવાં કામ થોડાં જ થાય છે? પણ ગોવર્ધનભાઈ તો અડગ અને અણનમ. કેટલોક ધાર્યો, કેટલોક અણધાર્યો પ્રતિસાદ મળ્યો અને એમની મંડળીએ વગર રાતદિવસ જોયે ધાર્યું પાર પાડ્યું.
“પ્રબુદ્ધ-રોહિણેય' એટલે ? છ અંકનું સંસ્કૃત નાટક. એમાં પોણા બસો જેટલા શ્લોક–પદ્યો–પણ ખરા. એની શૈલી એવી કે બેચાર પદથી માંડીને પંદરેક પદ સુધીના સમાસો, ગદ્યમાં અને પદ્યમાં છૂટથી વપરાયેલા. જે કવિ અને પંડિત બંને હોય તે જ સાહિત્યકાર-નાટ્યકાર બની શકે એવી શતાબ્દીઓની પરંપરા. પદ્યનું પઠન થાય અથવા તો ગાન થાય. તેમાં નૃત્ય અને સંગીતનો સાથ અનિવાર્ય. વાણીની જેમ ગીતનૃત્ય પણ સંસ્કૃત નાટકના અંગભૂત. વળી તેમાં સંસ્કૃત ભાષાની સાથે પ્રાકૃત ભાષા પણ હાથ મિલાવતી રહે. આવું નાટક, સંસ્કૃતનો આંકડો ન જાણનાર અભિનેતાઓ દ્વારા ભજવવું, અને સંસ્કૃત ભાષા સમજનાર મૂઠીભર, મોટોભાગ સાવ અજાણ, એવા પ્રેક્ષકો આગળ રજૂ કરવું : “એકેકમ્ અપ્પનર્ણાય કિમ યત્ર ચતુષ્ટયમ્ ?'
ભગવાન મહાવીરની ધમદશનાનો મહિમા કરતી રૌહિણેય ચોરની પરંપરાગત કથાના વસ્તુને લઈને રામભદ્રમુનિએ પ્રકરણ પ્રકારનું રૂપક અણહિલ્લપત્તનમાં રહી લખ્યું અને ભજવાવ્યું. તેની પાટણના હસ્તપ્રતભંડારમાં સચવાયેલી, એક માત્ર
૧.
વાદિદેવસૂરિ (સ્વર્ગવાસ ૧૧૭૦માં)ના શિષ્ય જયપ્રભસૂરિ, તેના શિષ્ય રામભદ્ર મુનિ. પ્રબુદ્ધરૌહિણેય” ઈ.સ. ૧૧૮૦થી ૧૧૯૦ વચ્ચે શ્રેષ્ઠી યશોવીર અને અજયપાલે બનાવરાવેલા ઋષભદેવ તીર્થંકરના દેવાલયના યાત્રા મહોત્સવ વેળા પ્રથમવાર ભજવાયું હતું. આ યશોવીરે જાબાલિપુર–સુવર્ણદુર્ગમાં કુમારપાલે પાર્શ્વનાથના મૂલબિંબ સહિત ૧૧૬૫માં કરાવેલા કુમારવિહારનો ૧૧૮૬માં ઉદ્ધાર કર્યો હતો.