________________
શોધ-ખોળની પગદંડી પર
૧૭૯ કેટલાંક દેવીનામો
(પીઠજા, નિબજા, ગોત્રજા, હિંગળાજ) ૧. માર્યા. “હરિવંશપુરાણ'માં પાર્વતીના એક નામ તરીકે માર્યા મળે છે (મો.વિ.), અમરકોશ, હલાયુધનો કોશ, “અભિધાનચિંતામણિ' વગેરેમાં તે આપેલો છે. “પદ્મપુરાણ'માં (૬,૧૬૬) પાંડુરી ને ગુજરાતનાં તીર્થસ્થાનોમાં ગણાવ્યું છે. (મગુ., પૃ.૩૭૪, ટિ. ૧૧૫). પાંડુર-પાંડુરી + માર્યા. “ધર્મશર્માલ્યુદયમાં પાંડુરાનો એક બુદ્ધની શક્તિ તરીકે (બૌદ્ધ દેવી તરીકે) ઉલ્લેખ છે (મો. વિ.).
૨. મા. સં. માર્યાનું પ્રાકૃત રૂપ મન્ના છે. “અનુયોગદાર ચૂર્ણિમાં મન્ના દુર્ગાદેવીનું પ્રશાંત રૂપ હોવાનું, કુષ્માંડીની જેમ, કહ્યું છે. કુષ્માંડી દુર્ગાના એક નામ તરીકે “હરિવંશપુરાણમાં મળે છે (મો. વિ). શુભશીલકૃત “પ્રબંધપંચશતી'માં કુખ્ખાંડી દેવીનું બપ્પભટ્ટિસૂરિએ ધ્યાન ધરી, તેના દ્વારા ગિરનાર પરની નેમિનાથની એક મૂર્તિ લઈ આવ્યાની વાત છે.
ઉપર ૧. માં પાંડુરીનો નિર્દેશ કરેલો છે. તેનું પ્રાકૃત રૂપ પંદુરબ્બા છે અને હાથબ વિસ્તારમાં, મૈત્રકકાળણાં છઠ્ઠી શતાબ્દીમાં પાંડુરજ્ઞા(એ પંકુબ્બા જોઈએ)નું દેવાલય હોવાનો નિર્દેશ છે (મગુ., પ-૬૧, ૩૭૩-૩૭૪).
૩. ઉદ્યોતનસૂરિ કૃત પ્રાકૃત કુવલયમાલા-કથા'માં (ઈ.સ. ૭૭૯) સંધ્યાકાળના વર્ણનમાં વોટ્ટજ્ઞાનાં દેવળોમાં ઘંટારવ થતો હોવાનું કહ્યું છે. (પૃ. ૮૩, પં.૧, દેકો.). તેના સંપાદક ડૉ. ઉપાધ્યએ શબ્દનો વિગ્રહ સંભવતઃ વોટ + અન્ના એવો હોવાનું કહીને તેને દુર્ગાનું નામ ગણાવ્યું છે. આ ઉપરાંત તામિલનાડુમાં #ોટ્ટર્વ દેવી વિજયની દેવી તરીકે પ્રસિદ્ધ હોવાનું અને તે પાર્વતીનું જ રૂપ હોવાનું જણાવ્યું છે ( “કુવલયમલા', ભાગ બીજો, પૃ. ૧૩૯). પરંતુ હેમચંદ્રાચાર્યે કુટ્ટ શબ્દ ચંડીવાચક હોવાનું નોંધ્યું છે (દના. ૨,૩૫) એ હકીકત ધ્યાનમાં રાખતાં ઋોટ + અન્ના એવો વિગ્રહ કરી શકાશે. મૈત્રકકાળમાં છઠ્ઠી શતાબ્દીમાં હાથબ વિસ્તારમાં સોટ્ટમૂહિક્ક દેવીનું દેવળ હોવાનો ઉલ્લેખ મળે છે. દેના. માં (૨, ૩૫) ઢોટ્ટયરી અને ફોસટ્ટરિયા પણ ચંડીવાચક શબ્દો તરીકે આપ્યા છે. આમાં મોટ્ટરિયા કશીક પાઠગરબડનું પરિણામ હોય એમ મને લાગે છે, કેમ કે સોટ્ટવિસરિયા એવું શબ્દરૂપ “જ્ઞાતાધર્મકથા અને “અનુયોગદ્વારમાં મળતું હોવાનું કોશોએ નોંધ્યું છે દિકો., પાસમ.), અને ટીકાકારોએ “મહિષ ઉપર આરૂઢ દુર્ગા” કે “દુર્ગા સમી રૂદ્ર રૂપ ધરાવતી દેવી' એવો તેનો અર્થ કર્યો છે. “ભગવતીસૂત્ર'માં (૧૩૨, ૧૬) પણ તે શબ્દ મળે છે, અને ત્યાં વૃત્તિકાર અભયદેવસૂરિએ, “કુટ્ટનની ક્રિયા કરનાર મહિષાસુરમર્દિની” એ પ્રમાણે તે