Book Title: Shodhkholni Pagdandi Par
Author(s): Harivallabh Bhayani
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 191
________________ ૧૮૨ શોધ-ખોળની પગદંડી પર પતિના નામ પરથી પત્નીનું નામકરણ : એક મધ્યકાલીન પ્રથા મધ્યકાળમાં ગુજરાત-રાજસ્થાન પ્રદેશની જૈન વણિક જ્ઞાતિઓમાં વ્યક્તિઓનાં નામકરણની જે પ્રથા પ્રવર્તતી હતી, તેની તપાસમાં એક રસપ્રદ વલણ જોવા મળે છે. મારી સૂચના અનુસાર ડૉ. ગિરિશ ત્રિવેદીએ, તેમના પુસ્તક “મધ્યકાલીન ગુજરાતી વ્યક્તિનામોનું અધ્યયન” (૧૯૯૬)માં આ બાબત એક નોંધ આપી છે. એવાં ઘણાં ઉદાહરણો મળે છે, જેમાં પતિના નામ અનુસાર, એના ઉપરથી જ પડેલ હોય તેવું, પતીનું નામ જોવા મળે છે. એ પુસ્તકના પૃ. ૨૦૭ ઉપર શ્રીમાળ, પોરવાડ, ઓસવાળ, પલ્લીવાલ વગેરે જ્ઞાતિઓમાં ૧૩મીથી ૧૫મી શતાબ્દીમાં મળતાં ઉક્ત પ્રકારના ૧૮ દંપતી-નામોની એક સૂચિ આપી છે. તે ઉપરાંત મેં નોંધેલાં તેવાં નામો ૪૬ ઉમેરીને હું નીચે સૂચિ આપું છું. તેમાં ૧૬મી-૧૭મી સદીનાં નામોનો પણ સમાવેશ કરેલ છે. આ નામકરણની પ્રથા અજૈન ઈતર જ્ઞાતિઓમાં પણ ત્યારે પ્રચલિત હોવાનું સ્વાભાવિક છે. તત્કાલીન સાહિત્યમાં તથા અભિલેખોમાં મળતાં વ્યક્તિનામોની સંખ્યા અત્યંત વિશાળ હોઈને આ સૂચિને ઠીક ઠીક વિસ્તારી શકાય તેમ છે. આલ્પણસિંહ આહૃણદેવી (૧૪મી) આશા/આસા આશાદેવી (૧૩૨૮). આસલદેવી આસધર આસમતિ (૧૩૦૦). આસલ આસમતી (૧૩૦૮) કસિંહ કડુંદેવી (૧૪૧૮) કરમસી કમદિ (૧૫૧૫) કર્મણ કુમદિ (૧૫૦૪) ખેતા ખેતલદે (૧૪૭૪, ૧૫૧૨) ગોરા* ગુરદે (૧૫૩૭, ૧૯૨૭) ગુણિયાક ગુણશ્રી (૧૨૩૬) ચાંપા ચાંપલદે (૧૫૦૪, ૧૫૧૩) જયતા જયતલદે (૧૪૯૬) જયસિંહ જસમારે (૧૫૧૫) સા જસમારે (૧૫૧૫) તિહુણા તિહણાઈ (૧૪૩૯) તેજપાલ તેજલદે (૧૫૦૩) * અમદાવાદના શાન્તિનાથ જૈન દેરાસરના ૧૫૯૦ના એક શિલાલેખમાં પણ “સાહ ગોરા, ભાર્યા ગઉરાદે” એ નામો મળે છે. (નિર્ગથ, ૧. ૧૯૯૬, પૃ. ૮૯)

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222