Book Title: Shodhkholni Pagdandi Par
Author(s): Harivallabh Bhayani
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 208
________________ અંગવિજ્જામાં નિર્દિષ્ટ ભારતીય-ગ્રીક-કાલીન અને ક્ષત્રપકાલીન સિક્કા (૧) સદ્ગત મુનિ શ્રીપુણ્યવિજય વડે સંપાદિત ગ્રંથ ‘અંગવિજ્જા’ (પ્રાકૃત ગ્રન્થ પરિષદ, ક્રમાંક ૧, ૧૯૫૭) માં ઈસવી ચોથી શતાબ્દીની (તથા તેની પૂર્વવર્તી બેત્રણ શતાબ્દીઓની), જીવનનો ભગ્યે જ કોઈ પ્રદેશ બાકી રહે તેવી, અઢળક શબ્દસામગ્રીનો સંચય છે. તેના સંપાદકે મોટા કદના ૮૭ જેટલા પૃષ્ઠોમાં સવિસ્તર વર્ગીકૃત શબ્દસૂચિ આપીને અભ્યાસીઓને ઘણી સગવડ કરી આપી છે. ‘અંગવિજ્જા’માં એક સ્થાને ધનને લગતી વિગતો આપતાં સુવર્ણમાષક, રજતમાષક, દીનારમાષક, ણાણ (?)માસક, કાર્ષાપણ, ક્ષત્રપક, પુરાણ અને સત્તેરક એટલા સિક્કાઓનો નિર્દેશ છે (પૃ.૬૬ પદ્યાંક ૧૮૫-૧૮૬). બીજા એક સ્થાને આ ઉપરાંત અર્ધમાષ, કાકણી અને અટ્ઠાનો નિર્દેશ છે. અન્યત્ર પણ બે સ્થાને સિક્કાઓનો ઉલ્લેખ છે (પૃ.૭૨.૧૮૯). આ સિક્કાઓનું ગ્રંથની ભૂમિકામાં સદ્ગત વાસુદેવશરણ અગ્રવાલે જે સવિસ્તર વિવિરણ આપ્યું છે તે ઇતિહાસરસિકોના ધ્યાન પર આવે તે માટે નીચે ઉદ્ભુત કર્યું છે. ‘મૌર્યકાલથી ગુપ્તકાલ’માં (‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ગ્રંથ ૨, ૧૯૭૨) રસેશ જમીનદારે આમાંથી કાહાપણનો (પૃ.૧૭૭) તથા ભોગીલાલ સાંડેસરાએ કાહાવણ, ખત્તપક અને સતેરકનો (પૃ.૨૨૭) ઉલ્લેખ કર્યો છે. ‘અંગવિજ્જા’ના પાંચમા પરિશિષ્ટના બારમા વિભાગમાં પૃ.૬૬ તથા ૭૨ ઉપર નિર્દિષ્ટ સિક્કાઓની સૂચિ આપી છે. જમીનદારે ‘પ્રાક્-ગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ’માં (૧૯૯૮), પૃષ્ઠ ૧૩૪ ઉપર ‘અંગવિજ્જા’ માંથી કાહાપણ અને ખત્તપકનો નિર્દેશ કર્યો છે. તેમણે જણાવ્યું છે તેમ ‘વિદ્યાપીઠ' ત્રૈમાસિકમાં કેટલાંક વરસ પહેલાં પ્રકાશિત લેખમાળા એમના એ પુસ્તક રૂપે હવે સુલભ બને છે. એમાં લેખકે સિક્કાવિજ્ઞાન વિશે તથા ભારતીય સિક્કાશાસ્ત્ર વિશે સામાન્ય માહિતી આપીને પછી ચિન્ધિત સંજ્ઞા વાળા સિક્કાઓ, નગર, ગણ અને જનપદના સિક્કા તથા વિદેશી શાસકોના સિક્કા વિશે વ્યવસ્થિત માહિતી આપી છે. આથી સિક્કાશાસ્ત્રને લગતા સાહિત્યની ગુજરાતીમાં અભાવ જેવી દશામાં એક પ્રમાણભૂત પુસ્તક લેખે એનું મૂલ્ય ઉઘાડું છે. (૨) અંગવિજ્જાની ભૂમિકામાંથી ‘ઇસી પ્રકરણ (૧,૨) મેં ધન કા વિવિરણ દેતે હુએ કુછ સિક્કો કે નામ આપે

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222