________________
૨૧૦
શોધ-ખોળની પગદંડી પર
ગામનામ સામોર મૈત્રક રાજા શિલાદિત્ય ત્રીજાના ઇ.સ. ૬૭૦ના અરસાના એક દાનશાસનમાં પુષ્યસામ્બપુરના, સામ્બદત્તના પુત્ર, સગ્ગલ દીક્ષિતને, બીજા એક દાનશાસનમાં પુષ્યસામ્બપુરના, સામ્બદત્તના પુત્ર, દીક્ષિતને અને ત્રીજા એક દાનશાસનમાં આનંદપુરના મગ ઉપદત્તને ભૂમિદાન આપ્યાની વિગતો છે. આમાંનું પુષ્યસામ્બપુર એ જામનગર જિલ્લાના ખંભાળિયા ગામની પાસેનું સામોર ગામ હોવાની હરિપ્રસાદ શાસ્ત્રીએ સંદિગ્ધ અટકળ કરી છે. પુષ્યસામ્બપુર એ દાન લેનાર બ્રાહ્મણોના મૂળ વતનનું ગામ છે. દાન લેનાર કેટલાક બ્રાહ્મણોનું મૂળ વતન ગુજરાત બહારનું પણ છે. (જેમકે દશપુર, અહિચ્છત્ર, કાન્યકુબ્ધ). એટલે પુષ્યસામ્બપુર ગુજરાતની બહારનું કોઈ સ્થળ હોવાની શક્યતા પણ છે.
૨. બારમી શતાબ્દી લગભગના અપભ્રંશ કાવ્ય “સંદેશરાસકમાં પ્રાચીન મૂલસ્થાન (હાલનું મૂલતાન)નો સામોર તરીકે ઉલ્લેખ છે. ટીકાકારે સામોર તે મૂલસ્થાન એમ જણાવ્યું છે (પદ્ય ૪૨). પ્રાચીન મૂલસ્થાન તેના સૂર્યમંદિર માટે ભારતભરમાં પ્રસિદ્ધ હતું. ઉદ્યોતનસૂરિની “કુવલયમાલાકથા' (ઇ.સ. ૭૭૯)માં મૂલસ્થાનના ભટ્ટારક (સૂર્યદવ) કોઢ મટાડતા હોવાનો નિર્દેશ છે (પૃ. ૫૫, ૫. ૧૬). અપભ્રંશ સામોર નું મૂળ સંસ્કૃત રૂપ સાસ્વપુર જણાય છે : સાધ્વપુ–સંવડ>સવો-સામો. સામ્બપુરાણ’, ‘ભવિષ્યપુરાણ', ‘વરાહપુરાણ” અને “સ્કંદપુરાણ” માં આપેલી કથા અનુસાર કૃષ્ણપુત્ર સામ્બનો સૂર્યસ્તવનથી કોઢ મટ્યો, તેથી તેને મૂલસ્થાનમાં સૂર્યમંદિર બંધાવ્યું અને તેમના પૂજારી તરીકે જંબૂદ્વીપમાંથી મગ બ્રાહ્મણોને બોલાવીને સ્થાપ્યા. આથી મૂલસ્થાનનું અપરનામ સામ્બપુર પણ હોવાનું જણાય છે. મોનિઅર વિલિઅચ્છના સંસ્કૃત-અંગ્રેજી કોશમાં સામ્બપુરનો, સામ્બાદિત્ય નામની સૂર્યમૂર્તિનો અને સામ્બપંચાશિકા' નામના સૂર્યસ્તોત્રનો ઉલ્લેખ છે. ઉપર્યુક્ત દાન મેળવનાર બ્રાહ્મણોના પિતાનું નામ સાબુદત્ત પણ આ સંદર્ભમાં સૂચક છે. તે જ પ્રમાણે મગ ઉપદત્ત એવું આનંદપુરના બ્રાહ્મણોનું નામ પણ તે સૂર્યના પૂજારી મગ બ્રાહ્મણનું ઘોતક છે.
૩. પુષ્યસામ્બપુર એ સૌરાષ્ટ્રનું સામોર ન હોય તો પણ ઉપર્યુક્ત “સંદેશરાસકમાં તે મૂલસ્થાનના અપર નામ તરીકે મળે છે. તે જોતાં આ સામોરનું મૂળ પણ સાધ્વપુર હોવાની અટકળ કરી શકાય. સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં છઠ્ઠી શતાબ્દી અને પછીની શતાબ્દીઓમાં સૂર્યપૂજા સુપ્રચલિત હોવાનું સુવિદિત છે. થાનનું મૈત્રકકાલીન સૂર્યમંદિર મૂલસ્થાનના સૂર્યમંદિરથી પ્રેરિત હોય તો સૌરાષ્ટ્રનું સામોર-સામ્બપુર' એ મૂલસ્થાનના અપનામ “સામ્બપુર' પરથી રખાયું હોવાની શક્યતા વિચારણીય છે. પુરાતત્ત્વવિદો વડે ખોદકામ કરાય તો આ બાબત