Book Title: Shodhkholni Pagdandi Par
Author(s): Harivallabh Bhayani
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 214
________________ શોધ-ખોળની પગદંડી પર ૨૦૫ માન પ્રત્યયવાળો પાઠ છે. પણ ‘સૂયગડંગ’ અને ‘ણાયાધમ્મકહાઓમાંનાં રૂપો ધીંગવાળાં અપાયાં છે. યાકોબી વાળાં પાઠાંતર નોંધાયાં નથી. પરંતુ બેત્રણ સ્થળે મીનવાળાં રૂપનું પાઠાંતર નોંધાયું હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે : ૧, ૬, ૪, સૂ. ૧૯૨ માં તથા ૧, ૮, ૨, સૂ. 200માં આવતા રણ પાળે ઘાતમા માટે કૃપાપાપધાત પણ એવું ચૂર્ણિનું પાઠાંતર, તથા ૧, ૮, ૨, સૂત્ર ૨૦૭માં ઢિીયા માટે મઢાયમીપણ એવું જૂની પ્રતોનું પાઠાંતર. આવાં બીજાં પણ પાઠાંતર નોંધાયાં હોય. જેમ કે “આયારંગ-ચૂર્ણિમાં મરંમપીઇ એવું રૂપ પણ મળે છે. ચન્દ્ર સૂયગડંગ' માંથી વાસણીમાં નોંધ્યું છે. પ્રાચીન પ્રાકૃત અભિલેખોની ભાષા પર જેમણે વિદ્વત્તાભર્યું પુસ્તક લખ્યું છે તે ડૉ.મ.અ.મહેંદળેએ પણ નોંધ્યું છે કે –મીન-મીન- પ્રત્યયત કૃદંત-રૂપો અશોકલેખોની પછી મળતાં નથી. આનું તાત્પર્ય એ છે કે અશોકલેખો અને પ્રાચીન જૈન આગમોની ભાષામાં જળવાયેલાં, અને પછીથી પાલિ કે પ્રાકૃતોમાં અજ્ઞાત આવાં મૌની મીન પ્રત્યયાત વિરલ વર્તમાન કૃદંતો ઈસુ પૂર્વે ત્રીજી શતાબ્દી આસપાસની મગધપ્રદેશની લોકભાષામાં પ્રચલિત હતાં. અને એ હકીકતને જૈન આગમગ્રંથોમાં વિવિધ કક્ષાએ વધતાઓછા પ્રમાણમાં મૂળ પરંપરા જળવાઈ હોવાના એક ચોક્કસ પુરાવા તરીકે પણ ચીંધી શકાશે. જૂ. ગુજ. ગાંવ7 પતિ, પ્રિયતમ” ‘વસંતવિલાસ-ફાગુ'ના ૪૯માં પદ્યનો પાઠ અને અનુવાદ સંપાદક કાંતિલાલ વ્યાસ અનુસાર (ઇ. ૧૯૫૧, ૧૯૬૯) આ પ્રમાણે છે : धन धन वायस तुं सर, मूं सरवसु तूंअ देसु, भोजनि कूर करांबुलु, आंबुलु जरि हुं लहेसु । ધન્ય છે તારા સ્વરને, વાયસ ! મારું સર્વસ્વ હું તને આપીશ; ભોજનમાં કુર અને દહીંભાત આપીશ, જો (તારા શુકને હું) મારા વહાલાને પામીશ.” માં97 શબ્દ ઉપરનું વ્યાસનું ટિપ્પણ આ પ્રમાણે છે : માંગુતુ= પ્રિયતમ, સ્વામી (< અપ. ‘વ’ + ‘ત્ત). સરખાવો : कोइल सरिखी स्त्री नही, जस मन इसिउ विवेक, अंबविहूणी अवरसिउं, बोल न बोलइ एक ।

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222