________________
ટૂંકી નોંધ મીન પ્રત્યયવાળાં અર્ધમાગધી વર્તમાન કૃદંતો ૧. શ્વેતાંબર જૈન આગમોની ભાષાના અધ્યેતાઓ જાણે છે કે પરંપરાથી એ આગમોની ભાષા અર્ધમાગધીને નામે જાણીતી હોવા છતાં હાલ આપણી પાસે આગમોનો જે પાઠ છે તેની ભાષા મિશ્ર સ્વરૂપની છે. તેમાં મોટા પ્રમાણમાં મહારાષ્ટ્રી પ્રાકૃતનાં લક્ષણ છે, ક્વચિત્ શૌરસેની પ્રાકૃતનાં તો કેટલેક અંશે અર્ધમાગધીનાં. મોટો પ્રશ્ન તો પ્રાચીન અર્ધમાગધીની લાક્ષણિકતાઓ કઈ કઈ હતી તે નિશ્ચિત કરવાનો છે. આ વિષયની અનેક વિદ્વાનો વર્ષોથી વિચારણા કરતા રહ્યા છે.
કે.આર.ચન્ટે છેલ્લાં થોડાંક વરસોમાં આ વિષયનાં વિવિધ પાસાંનું સઘન અધ્યયન કર્યું છે. પ્રાચીન અર્ધમાગધી કી ખોજ મેં' (૧૯૯૧), Restoration of the Original Language of Ardhamagadhi Texts (1994), અને ‘પરંપરાગત પ્રાકૃત વ્યાકરણ કિી સમીક્ષા ઔર અર્ધમાગધી' (૧૯૯૪) એ પુસ્તકોમાં પૂર્વવર્તી સંશોધન તથા આગમગ્રંથોનાં વિવિધ સંપાદનોને આધારે સમીક્ષાત્મક સામગ્રી પ્રસ્તુત કરી છે. અહીં તો માત્ર તેમણે એક વ્યાકરણ-રૂપને લગતી જે માહિતી એકત્રિત કરીને પિશેલને અને અશોકલેખોને આધારે “પ્રાચીન અર્ધમાગધી કી ખોજ મેં ના પૃ. ૫૬-૫૭ ઉપર આપી છે તે તરફ ધ્યાન દોરવાનો આશય છે.
સંસ્કૃતમાં આત્માનપદી ધાતુઓના વર્તમાન કૃદંતોનો પ્રત્યય માન હોવાનું જાણીતું છે. તેનું પ્રાકૃત રૂપ મા છે. પરંતુ જૈન આગમોમાં જે પ્રાચીનતમ ગણાય છે તે “આચારાંગ” અને “સૂત્રકૃતાંગ'માં થોડાક રૂપોમાં માને બદલે મીણ પ્રત્યય મળે છે. પિશેલે પોતાના પ્રાકૃત વ્યાકરણમાં જે એવાં રૂપ નોંધ્યાં છે (જેમ કે હુ પદ૨)તે નીચે પ્રમાણે છે : अभिवायमिणे : આયા. પૃ. ૮૧,૧. કામમી : આયા. ૧, ૬, ૩, ૨; ૧, ૭, ૪, ૧; ૧, ૭,
૬, ૨, ૫, ૭, ૭, ૧. * Indo-Aryan (= L'Indo-aryen - vidu 24ULLES Alferd Master, ૧૯૬૫) માં Jules Bloch એવું જણાવે છે (પૃ.૨૫૧) કે સં. પ્રત્યય -માન-ના મૂળમાં ભારત ઇરાનીય -- છે, અને પૂર્વીય અશોકલેખો અને “આયારંગ-સુત્ત'માં મળતો મીન-પ્રત્યય એનું રૂપાતંર છે, જેના ઉપર સં. માસી- જેવા રૂપમાં મળતા --પ્રત્યયનો પ્રભાવ પડ્યો હોય, બ્લોખે તેમાં પ્રાકૃત ખેતીન-ને પણ ધ્યાનમાં લેવાનું કહ્યું છે, પરંતુ ખેતી, પત્ની, પત્ની સાદમૂલક હોવાનું મે અન્યત્ર સૂચવ્યું છે.