________________
૨૦૬
શોધ-ખોળની પગદંડી પર (‘પ્રાચીન સુભાષિતો’, ‘ભારતીય વિદ્યા, ૩,૧, પૃ. ૧૭૬). 'अंबणु लाइवि जे गया, पहिअ पराया के वि.' ('પ્રબોધચિંતામણિ', 'પ્રાચીનગુર્જર કાવ્ય', પૃ.૧૨૦) / 'अंबणु लाईवि जे गया, पहिअ पराया के वि.' (“સિદ્ધહેમચંદ્ર, ૮-૪-૩૭૬).
આમાંથી પહેલા ઉદાહરણમાં “અંબવિહૂણી” શબ્દ દ્વિઅર્થી છે : “આંબા વગર” અને “પ્રિયતમ વગર'. બીજા ઉદ્ધરણમાં “આમલા' શબ્દ “પ્રિયતમના અર્થમાં છે કે “મરડાટ વાળાં, કેષ કે ખાર વાળાં વચન' એવા અર્થમાં છે તે હું સંદર્ભ જોઈને ચોક્કસ કરી શક્યો નથી. ત્રીજા ઉદ્ધારણમાં ઝંdy નો અર્થ “દોધકવૃત્તિમાં “અમ્લત્વ, સ્નેહ' એમ આપ્યો છે.
આ નોંધનો હેતુ માંગુત્તા શબ્દ ઉપર્યુક્ત અર્થમાં જૂની મરાઠીમાં મળે છે એ હકીકત તરફ ધ્યાન દોરવાનો છે.
મરાઠી સંતભક્ત કવિ “જ્ઞાનેશ્વરી કાર જ્ઞાનદેવને નામે મળતી “જ્ઞાનેશ્વરી ગાથા' એ કૃતિ(જેમાંની કેટલીક રચનાઓ જ્ઞાનદેવની નહીં, પણ તેમને નામે ચઢેલી પછીના કેટલાક કવિઓની રચના હોય)માં મંગુન કે દુતા (= પ્રિયતમ) નામનાં ગીતો છે. નીચેની પંકિતઓમાં એ શબ્દપ્રયોગ મળે છે :
'अंबुला महेरी भोगी घणीवरी, मग तथा श्रीहरी सांगो गूज ।
(મહિયરમાં મેં મારા પતિ સાથે ઘણા ભોગ ભોગવ્યા અને પછી મેં એ ગુહ્ય શ્રીહરિને કહ્યું).
આ માહિતી અને ઉદ્ધરણ મેં Catherina Kiehnleના નિબંધ Metaphors in the Jnanadev Gatha એ લેખને આધારે આપેલ છે. (Studies in South Asian Devotional Literature, સંપાદકો : એન્ટવિસલ અને માલિઝો, ૧૯૯૪, પૃ.૩૧૦૩૧૧). કિન્તએ, “જ્ઞાનેશ્વરી ગાથા' ના કેટલાક ભાગનો અનુવાદ પ્રકાશિત કરેલ છે. (Texts and Teachings of the Maharastrian Nāth Yogis dell A Garland of Songs on Yoga, 1994).
વંતવિલાસ'માં સંબંધવિભક્તિનો વા અનુગ, નિરોપ (= આદેશ આપવો) અને આ પ્રવુત જૂની મરાઠીનાં પ્રચલિત પ્રયોગો છે. (“ખરતગચ્છ-બૃહદ્ ગુર્નાવલિ'માં નિરોપ’ શબ્દ આદેશના અર્થમાં સંસ્કૃતમાં વપરાયો છે : પૂર્વ પુસ્તી-સમજી-નિપં હૃથ્વમ્ '(પૃ.૩). નિરોપના અન્ય પ્રયોગો માટે જુઓ જયંત કોઠારી, “મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ', ૧૯૯૫.