Book Title: Shodhkholni Pagdandi Par
Author(s): Harivallabh Bhayani
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 200
________________ શોધ-ખોળની પગદંડી પર ૧૯૧ કોઈ એક પ્રવાસી, લાંબો પંથ કાપવાના શ્રમથી થાકેલો ઠારથી સાવ ચીમળાઈ ગયેલા શરીરે, દુર્ગાના દેવળમાં ઘાસનો સાથરો બનાવી, (દાંત) કટકટાવતો, ભારે આંખે તેમાં લંબાવી, રાત ગાળવાનું કરે છે, ત્યાં તો બીજા પ્રવાસીએ તેને ધમકાવ્યો : “મારી જગ્યાને તે રોકી લીધી ! મારી હદ ઓળંગ મા, મારું આ ભીક્ષાપાત્ર ફોડ મા, મારી સામે મુક્કો ઉગામીને આવ મા, મોટા બરાડા પાડ મા', આવાં વેણ સહન ન થતાં પેલાએ એને કહ્યું : “તું બળી મર, બળી મર, આ જગ્યા કાંઈ તારા બાપે તને નથી દીધી'. અને એમણે એકબીજાને ઢીકાપાટુ કરતાં જે ધમાલ મચી અને ઝગડો થયો તે સાંભળીને ત્યાં ગામના લોકોનું ટોળું એકઠું થઈ ગયું. કેટલાક તાબોટા પાડવા લાગ્યા. હોકારા પડકારા કરતા આવ્યા. તો કેટલાક સાથળ પર થાપા ઠોકતા ઠેકડા મારવા લાગ્યા.” આ એક સ્વભાવચિત્ર છે. વાસ્તવિક પરિસ્થિતિનો તાદશ ચિતાર છે. છંદના વિશિષ્ટ તાલલયે તેને ઘાટ આપીને ચારુતા સાધી છે. ઝબડક-ગીત ૧. પ્રભાચંદ્રાચાર્યકત “પ્રભાવકચરિત' (ઇ.સ. ૧૨૭૮)ના વૃદ્ધ-વાદિસૂરિચરિતમાં એક એવો પ્રસંગ છે કે વૃદ્ધવાદી ભૃગુપુરની સમીપમાં ગોવાળોને પ્રતિબોધ કરવા માટે લોકભાષામાં એક ગીત ગાય છે. પોતે તત્કાળ લોકભાષામાં રચેલું એક ગીત, રાસનૃત્યમાં ઘૂમતાં ઘૂમતાં અને તાળીથી તાલ આપતાં ગાય છે : सूरयस्तत्सदभ्यस्त-गीत हुंबडकैस्तदा । भ्रांत्वा भ्रांत्वा दादानाश्व तालमेलेन तालिकाः ॥ પ્રકૃિતોપનિયંઘેન સદ્ય: સંપાદ્ય સમ્I q I (પદ્ય ૧૫૮-૧૫૯, પૃ. ૬૦) એ ગીત નીચે પ્રમાણે છે. नवि मारिअइ नवि चोरिअइ, पर-दारह संगु निवारिअइ थोवाहं वि/थोवउं दाइअइ। तउ सग्गि टगुट्टगु जाइयइ ॥ એટલે કે કોઈને મારીએ નહીં, ચોરી ન કરીએ, પરસ્ત્રીનો સંગ ન કરીએ, થોડામાંથી પણ થોડાનું દાન કરીએ - તો ટગમગ સ્વર્ગ પામીએ. આ સદ્ય રચેલા ગીતને હૃવડ* કહ્યું છે. આ ભ્રષ્ટ રૂપ છે. હકીકતે યંવડ કે એવું શબ્દરૂપ જોઈએ. હેમચંદ્રાચાર્યના “છંદોનુશાસન'ના પાંચમા અધ્યાયમાં અંતે કેટલાક અપભ્રંશ ગીતપ્રકારોની વ્યાખ્યા આપી છે. જેમ કે ધવલગીત (કોઈ ઉત્તમ પુરુષને ૧. આ ધવલગીત એટલે ધોળ. મંગળગીત વિવાહનાં ગીત. પંદરમી શતાબ્દીમાં થયેલા મતિશેખરકૃત નેમિનાથ-વસંત-ફૂલડાં' (‘વસંતમાસ શ્રીનેમ તણાં ફૂલડે ફાગપ્રબંધ રે')ની અને અઢારમી શતાબ્દીમાં થયેલા વીરવિજય કૃત “વયરસ્વામી ફૂલડાં'ની નોંધ જૈન ગૂર્જર કવિઓ'માં લીધેલી છે. નવમી શતાબ્દીના સ્વયંભૂકવિના છંદોગ્રંથ “સ્વયંભૂછંદ'માં પણ ધવલ, મંગલ અને ફુલ્લડક ગીતોનું લક્ષણ આપ્યું છે.

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222