________________
પ્રકીર્ણ છંદવિષયક, પાઠવિષયક સિદ્ધહેમ-અપભ્રંશ વિભાગનાં કેટલાંક ઉદાહરણની ચર્ચા (૧) સિહે. ૮-૪-૩૩૦ ના ઉદાહરણનો પાઠ અને છંદ
સિદ્ધહેમ' ના અપભ્રંશ વિભાગના ૩૩૦મા સૂત્ર પ્રમાણે નામિક વિભક્તિના પ્રત્યય પૂર્વે નામના અંગનો અંત્ય સ્વર હૃસ્વ હોય તો દીર્ઘ થાય છે, અને દીર્ઘ હોય તો હ્રસ્વ થાય છે. તેનું ઉદાહરણ પદ્ય નીચે પ્રમાણે છે :
ढोल्ला सामला, धण चंपावण्णी । नाइँ सुवण्ण-रेह, कसवट्टइ दिण्णी ॥
નાયક શામળો છે, નાયિકા ચંપાવર્ણી છે. જાણે કે કસોટીના પથ્થર પર સોનાની રેખા પડી હોય તેવા તે શોભે છે.)
| દોગ્ધકવૃત્તિ અનુસાર અહીં નાયક-નાયિકાના વિપરીત રતની પરિસ્થિતિનું વર્ણન છે.
અહીં સમસ્યા એ છે કે ઉદાહરણ પદ્યનો છંદ જે રૂપે પાઠ સચવાયો છે, તે રૂપમાં અનિયમિત છે. એકી ચરણોમાં કાં નવ માત્રા જોઈએ, કાં તો દસ. પણ ઉપર આપેલા પાઠમાં પહેલા ચરણમાં નવ માત્રા છે, પણ ત્રીજા ચરણમાં દસ. આ બાબત તરફ અપભ્રંશ વ્યાકરણના સંપાદકો-સંશોધકોનું ધ્યાન નથી ગયું.
“પુરાતન-પ્રબંધ-સંગ્રહ (સંપા. જિનવિજય મુનિ, સિદૈત્ર., ૨, ૧૯૩૬) ની ઈ. સ. ૧૪મી શતાબ્દીની હસ્તપ્રતમાં આપેલ ભોજચરિત્રમાં એવો પ્રસંગ છે (પૃ. ૨૦-૨૧, પરિચ્છેદ ૩૬) કે માલવપતિ મુંજે જ્યોતિષીને પૂછતાં તેણે જણાવ્યું કે તમને પુત્ર થશે નહીં, પણ શ્રાવણ સુદ પાંચમના પહેલા પ્રહરે જે તમારી સમસ્યા પૂરશે તે તમારા પછી રાજા થશે. તે દિવસે મુંજે કોઈક પ્રાસાદમાં રહેલાં શ્યામ પતિ અને ગોરી પત્નીને જોયાં અને તેને પદ્યાર્ધ સ્ફર્યું : હુક્કડ સામનડ ઘા ચંપાવિત્રી. એની સમસ્યાપૂર્તિ બીજા કોઈથી ન થઈ શકી, પણ ભોજે તે કરી : છન્નડુ નારદ સંવદૃ ત્રિી. આમાં બે-ત્રણ બાબત ધ્યાનપાત્ર છે. પહેલું તો એ કે હેમચંદ્રના ઉદાહરણમાં ઢોસ્ટ સામન્ના છે ત્યારે અહીં છે હુન્નર (કે ઢોસ્ટ૩) સામત. અંત્ય મ નો મા થયાનું ઉદાહરણ આપવાનું હોવાથી હેમચંદ્રાચાર્ય સમક્ષ ઢોર્જ સામતા એવો પાઠ જ હોઈ શકે. પણ આ પ્રકારનાં કિંઠપરંપરામાં પ્રચલિત રહેલાં પદ્યોનો પાઠ કેટલેક અંશે પ્રવાહી રહેતો. તેમાં શબ્દસ્વરૂપની