________________
૧૮૮
શોધ-ખોળની પગદંડી પર પૂર્વવર્તી સ્રોતમાંથી ઉદાહરણ ઉદ્ધત કરેલ છે. જેમ કે ચોથા અધ્યાયના ૮૭મા સૂત્ર નીચે વિવિધ છંદોના સંયોજનથી થતી દ્વિભંગીઓ તરીકે (૧) ગાથા + ભદ્રિકા, (૨) વસ્તુવદનક કપૂર, (૩) વસ્તુવદનક કુંકુમ, (૪) રાસાવલય કપૂર,(૫) રાસાવલય + કુંકુમ, (૬) વસ્તુવદનક અને રાસાવલયનું મિશ્રણ + કપૂર, (૭) વસ્તુવદનક અને રાસાવલયનું મિશ્રણ + કુંકુમ, (૮) રાસાવલય અને વસ્તુવદનકનું મિશ્રણ + કપૂર, (૯) રાસાવલય અને વસ્તુવદનકનું મિશ્રણ + કુંકુમ, (૧૦) વદનક + કપૂર, (૧૧) વદનક + કુંકુમ –એટલા છંદપ્રકારોનાં ઉદાહરણ સંભવતઃ કોઈ પૂર્વવર્તી છંદોગ્રંથમાંથી લીધેલાં છે. આમાંના આઠ ઉદાહરણ “કવિદર્પણ” માં પણ મળે છે. “કવિદર્પણ'કારે
છંદોનુસન'માંથી તે લીધાં હોય એવો પણ સંભવ છે, કેમ કે કેટલેક સ્થળે તેણે “સિદ્ધહેમ'ના પ્રાકૃત વિભાગમાંથી પ્રયોગના સમર્થન માટે ઉદ્ધરણ આપ્યાં છે. જો કે થોડાક પાઠ ભિન્ન છે. આમાંથી રાસાવલય અને કપૂરની દ્વિભંગીનું ઉદાહરણ નીચે પ્રમાણે છે.
परहुअ-पंचम-सवण-सभय मन्नउं स किर तिभणि भणइ न किं पि मुद्ध कलहंस-गिर । चंदु न दिक्खण सक्कइ जं सा ससि-वयणि दप्पणि मुहु न पलोअइ तिभणि मय-नयणि ॥ वइरिउ मणि मन्नवि कुसुम-सरु, खणि खणि सा बहु उत्तसइ । अच्छरिउ रूव-निहि कुसुम-सरु, तुह दंसणु जं अहिलसइ ॥
(“કવિદર્પણ” માં “કલયંઠિ-ગિર' અને “મત્રિવિ' પાઠ છે તે વધુ સારા છે. છેલ્લી પંક્તિમાં “કુસુમ-સર’ એવો પાઠ જોઈએ, તે સંબોધન હોવાથી),
“હું માનું છું કે તે મુગ્ધા કોકિલનો પંચમ સૂર સાંભળવાથી ડરે છે, અને તે કારણે જ તે કોકિલકંઠી પોતે કશું જ બોલતી નથી. એ ચંદ્રવદના ચંદ્ર જોઈ શકતી નથી, તે કારણે એ દર્પણમાં પોતાનું મુખ જોતી નથી. મનમાં રહેલા કંદર્પને શત્રુ માનીને તે ક્ષણે ક્ષણે ઘણો ત્રાસ પામી રહી છે, અને તેમ છતાં એ એક અચરજ છે કે હે રૂપનિધિ કંદર્પ, એ તારું દર્શન કરવાની અબળખા સેવે છે.”
હવે દસમી શતાબ્દીમાં રચાયેલી ધનંજયના “દશરૂપક' ઉપરની ધનિકની “અવલોક' ટીકાની એક હસ્તપ્રતમાં ચોથા પ્રકાશની ૬૬મી કારિકા ઉપરનો જે પાઠ મળે છે તેમાં પ્રવાસવિપ્રયોગમાં પ્રવચર્યાનું નીચેનું એક ઉદાહરણ મળે છે. એ જ પદ્ય ઈ.સ. ૧૨૫૮માં રચાયેલ જલ્ડણકૃત “સૂક્તિમુક્તાવલિ'માં પણ મળે છે.):
नीरागा शशलांछने मुखमपि स्वे नेक्षते दर्पणे