________________
૧૮૪
શોધ-ખોળની પગદંડી પર લલ્લક
લલ્લિકા (૧૨૮૯). લાખા લાખણદે (૧૫00) લાખા લખમા (૧૫૦૫) લુણા
લુણાદેવિ (૧૪૨૪, ૧૪૯૭) વિક્રમ વિક્રમદે (૧૪૫૦) વિકમ વિકમદે (૧૪૦૪, ૧૫૧૨). વિરદેવ વિરમતી (૧૩૨૮) વિલ્હા વિલ્હણ (૧૫૨૮). સહદેવ સહજલદે (૧૪૯૫) સાઢદેવ સાઢુ (૧૨૯૯). સિરીયા સિરીયાદેવી (૧૫૧૫) હર્ષદવ હર્ષદવી (૧૩૫૫) હીરા હીરાદેવી (૧૪૯૭, ૧૪૯૭, ૧૫ર૮)
આ સૂચિ ઉપરથી એક તારણ એ નીકળે છે કે તે સમયગાળામાં કન્યા પરણીને સાસરે આવે ત્યારે સાસરાપક્ષમાં તેનું નામ બદલીને તેના વરના નામ ઉપરથી રખાતું હતું. તે સિવાય આટલાં બધાં નામો કન્યાના લગ્ન પહેલાં અને લગ્ન પછી વરના નામને અનુરૂપ હોય એ દેખીતું જ સંભવિત નથી.
અત્યારે પણ ગુજરાતની નાગર જેવી કેટલીક જ્ઞાતિઓમાં કન્યા પરણીને સાસરે જાય તે પછી સાસરાપક્ષ તરફથી તેનું નવું નામ રાખવાનો રિવાજ છે.
મધ્યકાલીન પ્રથા એક રીતે જોતાં તદન અર્વાચીન (પશ્ચિમના પ્રભાવવાળી) ગણી શકાય. સ્ત્રી પરણ્યા પછી તેના પતિની અટક રખાય છે. મિસ્ટર ગાંધી/શ્રીમાન ગાંધીના પતી તે મિસિસ ગાંધી/શ્રીમતી ગાંધી–એને મળતી ઉપર્યુક્ત પ્રથા હોવાનું કહી શકાય. જો કે આધુનિક નારિવાદી વિચારધારાને પ્રભાવે પતિ-પતીની સંયુક્ત અટક પણ પતી રાખતી હોવાનું વલણ શરૂ કર્યું છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશના (કે ભારતના અન્ય પ્રદેશોના) ગ્રામીણ વિસ્તારોની કોઈ જ્ઞાતિઓમાં આ રીતે નામ બદલવાની પરંપરા હાલ છે કે કેમ એ તપાસનો વિષય છે.