________________
શોધ-ખોળની પગદંડી પર
૧૭૭ નવલતામાં ફાગણમાં ફૂલતા કેસૂડાની ડાળખીથી પ્રહાર કરવામાં આવતો.
અત્યારે મળતી “ગાથાસપ્તસતીની ગાથાઓનો સમય ઇસવી બીજીથી પાંચમી શતાબ્દી સુધીનો ગણાય છે. એટલે કે આ લૌકિક પ્રથા એટલી તો જૂની હોવાનું આપણે કહી શકીએ.
૨. બોળચોથ શ્રાવણ વદિ ચોથ તે બૉળ-ચોથ. તેના પરથી તે દિવસે સ્ત્રીઓ જે વ્રત કરે છે તેનું નામ પણ બૉળ-ચોથ. “બૃહત-ગુજરાતી-કોશ'માં એ શબ્દના વોઝ એ ઘટકનું મૂળ અસ્પષ્ટ છે એમ કહ્યું છે. હવે એ કોશમાં જ વોતિયો એટલે “વાછરડો' એવો શબ્દ આપેલો છે, અને મેઘાણીએ “કંકાવટીમાં બૉળ-ચોથની જે વ્રત કથા આપી છે તેના પરથી, તેમ જ તેમણે તે વ્રતકથાની શરૂઆતમાં જે સમજણ આપી છે (‘બૉળિયો એટલે “વાછડો) તે પરથી શબ્દની વ્યુત્પત્તિ ઉપર પ્રકાશ પડે છે.
હિંદીભાષી પ્રદેશમાં આ વ્રત અને દિવસનું વહુના વીથ એવું નામ પ્રચલિત છે. પણ તે ભાદરવા વદિ ચોથ સાથે સંકળાયેલું છે. સંસ્કૃત વહુના “ગાય”, અને વાદુજોયા વાછરડો' એ શબ્દોના પાછળના સમયના પ્રયોગ નોંધાયા છે. જે ચોથને દિવસે ગાયની પૂજાનું વ્રત કરવાનું હોય તે વહુના-ચતુર્થી. એટલે કે “બૉળ-ચોથ' વોનું સંતાન તે વાંઝિયો “વાછરડો”. “કંકાવટી’માં આપેલી વ્રતકથામાં તે દિવસે ઘઉંલો (એટલે કે ઘઉંનો ખીચડો) કરાતો હોવાની વાત છે. સાસુ પોતાની વહુ-દીકરીને ઘઉંલો ખાંડીને
ઓરવાનું કહે છે, પણ ભોટ વહુ-દીકરી ઘરના વાછરડાને ખાંડી નાખે છે કેમકે વાછરડાનું નામ “ઘઉંલો’ હતું.
વાછરડો ઘઉં-વરણો, છીંકણી રંગનો કે કથ્થાઈ હોવાથી તેનું નામ “ઘઉંલો”.
ભર્તુહરિના “વાક્યદયમાં આપેલા એક ઉદાહરણમાં કહ્યું છે કે “શાબલેયનું અસ્તિત્વ બાહુલેયના અસ્તિત્વને અટકાવતું નથી.' (ન વિનેયી મસ્તિત્વ વાદુલ્લેયર્થ વિધિમ્ - ૩,૭૫). અહીં શીવનેય એટલે “શબલા ગાયનું વાછરડું, અને વહિલ્લેય એટલે “બહુલા ગાયનું વાછરડું .હવે શવતા એટલે “કાબરચીતરી ગાય એમ ગાયના વાનનો વાચક શબ્દ હોવાથી વિદુતાને પણ તે જ રીતે વાનવાચક સમજવો પડશે, “ગાય” એવા સામાન્ય અર્થમાં નહિં. પિતા શબ્દનો અર્થ “ઘઉંવર્ણી ગાય છે. પિતા, ધવન અને શવનાની જેમ વહુન્નાને પણ ગાયના વર્ણ પરથી પડેલા નામ તરીકે ઘટાવવું પડશે. વહત-પક્ષ એટલે “કૃષ્ણ પક્ષ છે, એને ધ્યાનમાં રાખીએ તો વહતા એટલે કાળી ગાય” એવો અર્થ લઈ શકાય. પછીથી એ શબ્દ સામાન્ય રીતે ગાયવાચક બની ગયો. હેમચંદ્રની “દેશીનામમાલા'માં તંલા શબ્દ ગાયના અર્થમાં નોધેલો છે. દેખીતું છે કે મૂળ